કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના તળાવોમાંથી ખેડૂતોને માટી(કાંપ) ઉપાડવા મંજૂરી આપવા માંગ કરાઈ

જો કેસુજલામ્ સુફલામ્ જળ અભિયાનહેઠળ ૩૧ મે, ૨૦૨૩ સુધી ખેડૂતોને કાંપ મફતમાં આપવાની સરકારની યોજના ચાલુ છે

આ બાબતે ઈરફાન પીરઝાદાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ વિવિધ તળાવોમાં અગાઉ ખેડૂતોને સ્વખર્ચે ફળદ્રુપ માટી(કાંપ) ઉપાડી પોતાના ખેતરમાં ભરવા માટે મંજૂરી આપવામાં આવતી હોય, જેના કારણે ખેડૂતોના ખેતરની ફળદ્રુપતા વધતાં ખેત ઉત્પાદન પણ વધવાની સાથે ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ સુધરતી હોય જેથી આ વર્ષે પણ વાંકાનેર વિસ્તારના ખેડૂતો માટે આ યોજનાને પુનઃ શરૂ કરી ખેડૂતોને ખાલી પડેલ તળાવોમાંથી માટી(કાંપ) ઉપાડવા માટે મંજૂરી આપવામાં આવે તેવી માંગ સાથે ઇરફાન પીરઝાદા દ્વારા મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે 

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ મોટાભાગના તળાવો હાલ ખાલી હોય જેમાંથી ખેડૂતોને ફળદ્રુપ માટી(કાંપ) ઉપાડી અને ખેડૂતો ખેતરમાં ભરે તો ખેત ઉત્પાદન વધી શકે છે, જેથી ખેડૂતોના વિશાળ હિતમાં બાબતે મોરબી જીલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરશ્રી વાંકાનેર કોંગ્રેસ અગ્રણી ઇરફાન પીરઝાદા દ્વારા લેખિતમાં રજૂઆત કરી ખેડૂતોને તળાવોમાંથી માટી ઉપાડવાની મંજૂરી આપવા માંગ કરવામાં આવી છે. 

જો કે ‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અભિયાન અંતર્ગત પીવાના પાણી માટે બનાવાયેલા જળાશયોમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવે છે. જમીનનાં ઉપલા સ્‍તરમાં રહેલા પોષક તત્‍વો અને કુદરતી પદાર્થો આ પાણીમાં ઘસડાઇને જળાશયોના તળિયે જમા થાય છે. રાજ્ય સરકાર જળાશયોના તળિયે પડેલો કુદરતી કાંપ પોતાના ખર્ચે ખોદાવીને રાજયભરના ખેડૂતોને વિનામૂલ્યે આપે છે. ખેડૂતોને અમૂલ્ય માટી વિનામૂલ્યે મળવાથી મોંઘા ખાતરોનો ખર્ચ બચી જાય છે અને આ કાંપવાળી માટીમાંથી કૃષિ ઉત્‍પાદન મોટા પાયે થાય છે. એટલું જ નહીં, ખોદકામ કરવાથી જળાશય ઊંડું જવાને લીધે તેની સંગ્રહક્ષમતા પણ વધે છે. ડેમ સાઇટ પરથી કાંપવાળી માટી ખેતરમાં પાથરવાની કામગીરીમાં શ્રમજીવી વર્ગને રોજી-રોટી મળે છે.    

જળસંચય અભિયાન તા. ૧૭ ફેબ્રુઆરીથી ૩૧ મે, ૨૦૨૩ એમ ૧૦૪ દિવસ સુધી ચાલનાર છે. 

Content Copying Forbidden !!

error: Content is protected !!