વાંકાનેર: મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી, વાંકાનેર અને ટંકારામાં મતક્ષેત્રમાં મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની સુચનાથી ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે મતદાર જાગૃતિ માટે મોબાઈલ ડેમોસ્ટ્રેશનની શરૂઆત થઇ ચૂકી છે અને આ ડેમોસ્ટ્રેશન થકી લોકો ઇવીએમ અને વિવિપેટ અંગે તમામ જાણકારી મેળવી રહ્યા છે.
વાંકાનેરમાં તાલુકા સેવા સદનમાં ડેમોસ્ટ્રેશનની કામગીરી કાર્યરત છે અને રોજના 25 જેટલા મતદારો આ ડેમોસ્ટ્રેશન કરી માહિતગાર થઇ થયા છે. મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન અને ઈવીએમ નિદર્શન કેન્દ્રની વધુમાં વધુ લોકો મુલાકાત લે અને લોકો ઈવીએમ-વીવીપેટનું જ્ઞાન મેળવે તેવી મોરબી જિલ્લાના તમામ નાગરિકોને અપીલ પણ કરવામાં આવી છે.
આ મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન મોરબી જિલ્લામાં 65- મોરબી વિધાનસભા મતદારવિભાગ, 66-ટંકારા વિધાનસભા મતદારવિભાગ અને 67- વાંકાનેર વિધાનસભા મતદારવિભાગમાં આવેલ તમામ મતદાન મથકો તથા શહેરના મુખ્ય ભીડભાડ વાળા સ્થળો જેમ કે, શાક માર્કેટ, મોટો ચોક, બસ સ્ટેન્ડ વિગેરે સ્થળોએ આગામી તા.29 ફેબ્રુઆરી સુધી ભ્રમણ કરશે. જેમાં લોકોને ઇવીએમ અને વિવિપેટથી માહિતગાર કરવામાં આવશે.