મુસાફરોને મુશ્કેલી સર્જાવાની શક્યતા
વાંકાનેર: ગુજરાતમાં તહેવાર ટાણે જ લોકલ ટ્રેન રદ કરવાની જાહેરાત કરાતા મુસાફરોને હાલાકી થાય તેવી સ્થિતિ સર્જાશે. રાજકોટ ડિવિઝન દ્વારા લાંભ પાંચમ એટલે કે 26 ઓકટોબરના રોજ મોરબીથી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન રદ કરવામાં આવી છે. આ ટ્રેન રદ થતાં અનેક મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ટેકનિકલ કારણોસર આ ટ્રેનને રદ કરવામાં આવી છે.






રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા જણાવ્યા અનુસાર મોરબીથી વાંકાનેર વચ્ચે રોજની 6 ટ્રેનો મોરબીથી વાંકાનેર તરફ દોડે છે. આગામી 26 ઓકટોબર લાભ પાંચમના દિવસે આ ડેમુ ટ્રેનને ટેકનિકલ કારણોસર રદ જાહેર કરાઈ છે. તહેવારોના દિવસોમાં ટ્રેનો ફૂલ હોય છે. હવે દિવાળીનો તહેવાર પૂર્ણ થતાં લોકોની અવર જવરમાં વધારો થશે તેવામાં ટ્રેન રદ કરાતા લોકોને તકલીફો થાય તેવી શક્યતાઓ છે.

