વાંકાનેર આવતી હતી: મુસાફરો હેરાન
વાંકાનેર મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં રોજે રોજ ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણોસર ધાંધિયા થતા હોય છે જેથી કરીને મુસાફરોને હેરાન થવું પડતું હોય છે આવી જ રીતે વધુ એક વખત મોરબીથી વાંકાનેર તરફ જવા માટે નીકળી ડેમુ ટ્રેન મકનસર નજીક બંધ પડી ગઈ હતી, જેથી કરીને મુસાકરોને હેરાન થવું પડ્યું હતું. મોડી રાત સુધી તે ડેમુ ટ્રેન ચાલુ થઈ ન હતી
અને આજે સવારે પણ ડેમુ ટ્રેન તેના સમય મુજબ મોરબીથી વાંકાનેર તરફ જવા માટે રવાના થઈ ન હોવાથી વાંકાનેરથી આગળના રૂટની ટ્રેન પકડવા માટે મુસાફરોને દોડધામ થઈ ગઈ હતી.
રેલવેની મુસાફરી કરતાં મુસાકરોની સુવિધા માટે થઈને સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાના ખર્ચે ટ્રેન દોડાવવામાં આવતી હોય છે. જોકે મોરબી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં ટેકનિકલ ખામી કે અન્ય કોઇ કારણોસર વારંવાર ડેમુ ટ્રેન રસ્તામાં બંધ થઈ જાય
તેવું અવારનવાર બની ચૂક્યું છે તેમ છતાં પણ તે ટેકનિકલ કૌરને દૂર કરવા માટે થઈને નકર કામગીરી ન થતી હોય તેવું જોવા મળી રહ્યું છે દરમિયાન મુસાફરો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રિના આઠેક વાગ્યાના સમયે મોરબી થી વાંકાનેર તરફ જવા માટે
નીકળેલ ડેમુ ટ્રેન મકનસર ગામ પાસે બંધ થઈ ગઈ હતી જેથી કરીને મુસાફરોને ત્યાંથી વાંકાનેર રેલવે સ્ટેશન જવા માટે થઈને ખાનગી વાહનોમાં જવું પડ્યું હતું અને રાતના લગભગ ૧૨:૦૦ વાગ્યા સુધી આ ડેમ ત્યાંથી ચાલુ થઈ ન હતી અને આજે સવારે પણ સમયસર ડેમુ ટ્રેન વાંકાનેર તરફ જવા માટે રવાના થઇ ન હતી
જેથી કરીને વાંકાનેરથી વદે ભારત અને ઇન્ટરસિટી સહિતની આગળના રૂટની ટ્રેન પકડવા માટે થઇને મુસાકરો ત્યાં પહોંચી શક્યા ન હતા જેથી કરીને વારંવાર ડેમુ ટ્રેનના ધાંધીયા થતા હોય રેલવે વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ડેમુ ટ્રેન સમયસર તેના રૂટ ઉપર દોડે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવું મુસાફરોએ જણાવ્યું છે.