કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જ્ઞાનગંગા સ્કૂલને ડીઈઓ કચેરીની કારણદર્શક નોટીસ

જ્ઞાનગંગા સ્કૂલને ડીઈઓ કચેરીની કારણદર્શક નોટીસ

નિયમોનુસાર અહેવાલ રજુ કરવા શાળાને આદેશ કરાયો

વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલમાં વિદ્યાર્થીની વિગતો અને એલ.સી વિગતોમાં વિસંગતતા જોવા મળી હતી જેને પગલે ડીઈઓ કચેરી દ્વારા શાળા સંચાલક/આચાર્યને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે અને નિયમોનુસાર શાળાએ અહેવાલ રજુ કરવા જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ આદેશ આપ્યો છે

મોરબી જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જ્ઞાનગંગા સ્કૂલ વાંકાનેરના સંચાલક/આચાર્યને કારણદર્શક નોટીસ ફટકારી છે જેમાં જણાવ્યું છે કે જ્ઞાનગંગા સ્કૂલ, વાંકાનેર આપની શાળામાં વિદ્યાર્થીનું નામ ગેરરીતે બદલવા બાબતે કચેરીને ફરિયાદ મળી હતી જે સંદર્ભે જરૂરી આધાર પુરાવા સાથે કચેરી ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું જેમાં આપ ઉપસ્થિત રહ્યા ના હોય અને આપના દ્વારા કોઈ પ્રતિસાદ આપવામાં આવ્યો નથી તપાસ અહેવાલ અને આપની શાળા દ્વારા રજુ કરેલ આધારો ધ્યાને લેતા જ્ઞાનગંગા વિધાલય વાંકાનેરમાં વિદ્યાર્થીને વર્ષ ૨૦૨૩-૨૪ માં ધો. ૯માં જીઆર નંબર ૩૬૬૨ પર તારીખ ૦૯-૦૬-૨૦૨૩ ના રોજ કિડ્સલેન્ડ સ્કૂલ વાંકાનેરના તારીખ ૦૭-૧૨-૨૦૨૩ એલસી નંબર ૩૮૬ ના આધારે પ્રવેશ આપવામાં આવ્યો છે જેથી જણાય છે કે કિડ્સલેન્ડ સ્કૂલનું એલ.સી. રજુ કર્યા પહેલા શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવેલ છે

શાળાના એલ.સી.માં UDISE નં. અને એડમીશન ફોર્મમાં અલગ અલગ UDISE નં દર્શાવેલ છે SSA ગુજરાત પોર્ટલ પર તપાસ કરતા જેનીશ વિકાસભાઈ મીંડા નામનો વિદ્યાર્થી વર્ષ ૨૦૨૫-૨૬ માં જ્ઞાનગંગા વિધાલય વાંકાનેર ખાતે ધોરણ ૧૧ માં નોંધાયેલ છે હાલનું સ્ટેટ્સ ટ્રાન્સફર જોવા મળે છે તેમજ કિડ્સલેન્ડ સ્કૂલ વાંકાનેર ખાતે અભ્યાસ કરેલ હોય તેની વિગત જણાતી નથી આમ આપની શાળા અને SSA ગુજરાત પોર્ટલ પરના વિદ્યાર્થીની વિગતો અને એલ.સી. ની વિગતોમાં વિસંગતતા જણાઈ છે

જેથી ઉપરોક્ત વિગતો ધ્યાને લેતા આપના દ્વારા કચેરીની સુચનાઓનો અનાદર કરેલ છે અને રૂબરૂ ઉપસ્થિત રહ્યા ના હોય, કચેરીની કામગીરીમાં અવરોધ કરવામાં આવ્યો છે વિધાર્થીનું અન્ય શાળાનું એલ.સી. આવ્યા પહેલા આપના દ્વારા પ્રવેશ આપવામાં આવેલ છે જે ખુબ જ ગંભીર બાબત ગણાય. SSA GUJARAT પોર્ટલ પરના વિદ્યાર્થીની વિગતો અને એલ.સી. વિગતોમાં વિસંગતતા હોવા છતાં આપના દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી અને વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો છે SSA GUJART પોર્ટલ પરના વિધાર્થીની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં ધો, ૮ માં અભ્યાસ કરેલ દેખાડે છે જયારે આપના દ્વારા કિડ્સલેન્ડ સ્કૂલ વાંકાનેરના ધોરણ ૮ ના એલ.સી.ના આધારે પ્રવેશ આપવામાં આવ્યો છે

જેથી જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાએ આપેલ ખુલાસાને અંશત ગાહ્ય રાખ્યો છે અને આ અંગે વાલીને જાણ કરવામાં આવી છે તેમજ શાળાએ નિયમોનુસાર અહેવાલ રજુ કરવા ડીઈઓ કચેરી દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!