વાંકાનેર: ભડીયાદ ખાતે પીર મહેમુદશા બુખારી દાદા (ભડીયાદ પીર)ના ઉર્ષ પ્રસંગે વાંકાનેરથી ભડીયાદ પગપાળા અકીદતમંદો રવાના થયા છે.
આ માટે મેદની જૂલુસના કરાયેલા આયોજન અંતર્ગત વાંકાનેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પગપાળા મેદની બપોરે હઝરત ગેબનશાપીર દરગાહથી હઝરત દિનદારશાપીર દરગાહથી નીકળીને ૯ રજજબને સવારે ભડીયાદ પીર પહોંચશે. આ કાર્યક્રમના આયોજકો મીરાં શાહરૂખભાઇ સાહીલભાઇ મોગલ તેમજ નવશાદ કાદરી, આશીફ શેખ, સીબીર મોગલ, અમન શાહમદાર, આદીલ મકરાણી તેમજ અલ્તાફ રહ્યા છે. આ પગપાળા મેદની જુલુસમાં મહિલાઓ પણ જોડાયા હતાં.