કનફર્ડ હોટેલ જુગાર પ્રકરણમાં નવો ફણગો
હોટલ રૂમમાં નબીરાઓ પાસે તોડ બાજી આવી સામે
થોડાક સમય પહેલા માલેતુજાર બિલ્ડર ઉદ્યોગકારોને મોરબી કનફર્ડ હોટેલ રૂમ ન.105 માં જુગાર રમતા રોકડને 62 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ. જે અંગે ટંકારા પોલીસ દ્વારા ધરપકડ કરી ગુન્હો દાખલ કરી હાજર જામીન પર છોડલ બનાવના બીજા જ દિવસે મોરબી પંથકમાં આ કથા કથીથ જુગાર રેડ અંગે તરેહ તરેહની વાતો થવા લાગેલ કે 10 વેપારી ઉદ્યોગકારોમાંથી 9 ઉપર એક પણ જુગારનો કેશ નથી અમૂકે જીવનમાં પત્તો નથી પકડ્યો એવા લોકો જુગારમાં પકડાયા???12/15 હજારની ડ્રાઇવીંગની નોકરી કરતા હોય જે બે ડ્રાઇવરો પાર્કિંગમાં ગાડીમાં બેઠા હોય તેવોને પણ ઉપાડી લીધાના આક્ષેપો બાદ રેન્જ આઇ.જી.ને ધ્યાનમાં આવતા ટંકારા પી.આઈ.ને લિવ રિઝર્વ તથા હેડ કોન્સ્ટેબલની જિલ્લા બહાર દ્વારકા બદલી કરી નાખેલ ને જુગારની તપાસ એલ.સી.બી.ને સોંપી દેવામાં આવેલ છે. કથા કથીથ જુગાર રેડ તોડ કાંડ અંગેની ખાતાકીય તપાસ ખુદ મોરબી એસ.પી.ત્રિપાઠી ચલાવી રહ્યા છે…
સૂત્રોમાંથી જાણકારી મળ્યા મુજબ ભોગ બનનાર તમામ વેપારીઓ તથા સાક્ષીઓની ઉલટ સુલટ તપાસ ખુદ એસ.પી. ત્રિપાઠી કરી રહ્યા છે…
સ્થળ પરથી રોકડ રકમ હાથમાં નહિ આવતા પોલીસ દ્વારા કબ્જે કરેલ મોબાઈલથી વેપારીના મિત્ર ઉપર વોટ્સએપ કોલ કરી લાખો રૂપિયા મંગાવવામાં આવેલ, જે રૂપિયા લાવનાર વ્યક્તિને રૂપિયા પહોંચાડવાનું લોકેશન પણ ભોગ બનનારના મોબાઇલ પર મોકલવામાં આવેલ ને આ રૂપિયા ખુદ અમુક પોલીસ સ્ટાફ લેવા ગયા હોવાના આક્ષેપો થયા છે ને રાજકોટથી આવેલ રૂપિયાને જુગાર પરથી મળેલ રકમ તરીકે બતાવવામાં આવેલના આક્ષેપો થયા છે….
તો શું આ પી.આઇ.ની સિંઘમ ગિરી ઉભી કરેલી જુગારમાં ખોટા ફિટ કરી દેવામાં ભોગ બનનારને ન્યાય મળશે કે પછી પોલીસ દરેક વખતની જેમ ભીનું સંકેલી લેશે? હાલ તો કંઈક કાચું કપાયાના અંદાજે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ટંકારા પોલીસ સામે ખાતાકીય તપાસ ચાલુ કરેલ છે ને આવનારા દિવસોમાં નવા જૂની થવાના કંઈક એંધાણ વર્તાઈ રહ્યા છે…
પોલીસ ડિપાર્ટમેન્ટમાં ચર્ચાતી વાત મુજબ હમણાં એકાદ માસ પહેલા એસએમસી દ્વારા ઓઇલ ચોરીનું મોટું કૌભાંડ ટંકારા પોલીસની મીઠી નજર તળે ઝડપાયેલા જેથી ટંકારા પોલીસે આબરૂ બચાવવા અને અધિકારીઓને વ્હાલા થવા આ જુગારનો ક્વોલિટી કેસ કર્યાની ચર્ચાએ જોર પકડ્યું છે…
સૌજન્ય: અબતક