કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જીનપરા જકાતનાકા પાસે પીકઅપમાંથી ‘દેશી’ ઝડપાયો

ત્રણ આરોપી સામે પોલીસ કાર્યવાહી

દારૂ મોણપર (ચોટીલા) થી ત્રાજપર (મોરબી) જતો હતો

વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી પીકઅપ ગાડીમાં ૨૫૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને પોલીસે દેશી દારૂ, બોલેરો ગાડી અને મોબાઈલ સહીત ૭ લાખથી વધુનો મુદામાલ કબજે લીધો છે

જાણવા મળ્યા મુજબ આ કામના આરોપી નંબર-૨ નાએ ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી દેશી દારૂ લીટર-૨૫૦૦ કી.રૂ.૫,૦૦,૦૦૦/- નો મહિન્દ્રા કંપનીની પીકઅપ ફોર વ્હિલ ગાડી રજી.નંબર-GJ-03-AZ-5217 કિ.રૂ-૨,૦૦,૦૦૦/- વાળીમાં ભરી આરોપી નં-૩ ને પહોચાડવા આરોપી નંબર-૧, ને આપી પકડાયેલ આરોપી નં-૧, નાઓની અંગ ઝડતીમાંથી મોબાઈલ નંગ-૦૧ કિ.રૂ-૫૦૦૦/- મળી વાહનમાં દેશી દારૂની હેરાફેરી કરી કુલ કિ.રૂ. ૭,૦૫,૦૦૦/- ના મુદામાલ સાથે હાજર મળી આવી આરોપી નંબર-૨,૩, હાજર નહિ મળી આરોપીઓએ એકબીજા સાથે મદદગારી કરી ગુન્હો પ્રોહી એક્ટ કલમ-૬૫(ઈ), ૮૧,૯૮(૨), મુજબ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે


કાર્યવાહી વાંકાનેર સીટી પો. સ્ટેશનના પો.હેડ.કોન્સ. યશપાલસિંહ ભવાનસિંહ પરમાર, પોલીસ હેડ.કોન્સ ધર્મેન્દ્રભાઇ અંબારાભાઈ વાધડીયા, વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, પો.કોન્સ. દર્શીતભાઇ ગીરીશભાઈ વ્યાસ, રાણીંગભાઈ નાજભાઇ ખવડ, હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા તથા વિપુલભાઈ કાળુભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી આરોપીઓના નામ નીચે મુજબ છે….


(1) અરવિંદભાઈ વિરજીભાઈ કુંવરીયા (ઉ.27) રહે. જુની ઓરીયન્ટ બેંક પાછળ ત્રાજપર, મોરબી, (2) વિરજીભાઈ કોળી રહે. ગામ. મોણપર, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર અને (3) અમીત વરાણીયા રહે. ત્રાજપર ચાર રસ્તા પાછળ, એસ.આર પેટ્રોલ પં૫ પાછળ, ગામ. ત્રાજપર, તા. મોરબી….

Content Copying Forbidden !!

error: Content is protected !!