આઇટીઆઇ બિલ્ડીંગનું રીનોવેશન , નવા/જૂના વઘાસિયા રોડનું નવીનીકરણ અને માટેલમાં આંગણવાડી નંદઘર બનશે

વાંકાનેર ખાતે આઇટીઆઇ બિલ્ડીંગના નવીનીકરણ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર 11/2/2023 ના રોજ બહાર પડયું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 27/02/2023 છે, આ કામ 66.70 લાખ રૂપિયાનું છે, ડિપોઝિટની રકમ રૂપિયા 66.80 લાખ રખાઈ છે અને ટેન્ડર દસ્તાવેજ ફી 2400 રૂપિયા છે.

નવા/જૂના વઘાસિયા રોડ નોન પ્લાન કિમી 0/0 થી 2/60 સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગના બાંધકામ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 7/2/2023 ના રોજ બહાર પડયું હતું, આ ટેન્ડરની છેલ્લી તારીખ 13/02/2023 હતી. આ કામ 1.18 કરોડ રૂપિયાનું છે.

માટેલમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગામમાં 1 આંગણવાડી નંદઘર ફ્રેમ સ્ટ્રક્ચર બિલ્ડીંગના બાંધકામ માટે અને 2 આંગણવાડી નંદઘર ફ્રેમ સ્ટ્રક્ચર બિલ્ડીંગ શીતળાધાર વિસ્તાર ખાતે ગામ: માટેલ, વાંકાનેર તાલુકામાં 15 માં નાણાંપંચની જોગવાઈ હેઠળ વર્ષ 2021-22 આ ટેન્ડર પાંચમી વાર બહાર પડયું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 13/02/2023 હતી. આ કામ 17.92 લાખ રૂપિયાનું છે.