છેલ્લી ત્રણ ચૂંટણીના આંકડા
વાંકાનેર: લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરી છે. ગુજરાતની બાકી ચારેય બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટમાં ભાજપના કડવા પાટીદાર સામે કોંગ્રેસના લેઉવા પાટીદારનો જંગ જામશે. નોંધનીય છે કે, રાજકોટ બેઠક હાલમાં હેડલાઈનમાં છે. પરશોત્તમ રુપાલા નિવેદન બાદ સમગ્ર રાજ્યની નજર આ બેઠક પર ટકેલી છે. રૂપાલાની વિરુદ્ધમાં આવેદનપત્રો, ભાજપની સભામાં દેખાવો, ભાજપના આગેવાનોની ગામમાં પ્રવેશબંધીના બેનરો… વચ્ચે રતનપર પાસે આજે ક્ષત્રિય સંમેલન મળનાર છે, જેના પર સૌ કોઈની નજર છે.
રાજકોટ લોકસભાની 2009, 2014 અને 2019 માં થયેલ ચૂંટણીમાં મતદાનના આંકડા નીચે મુજબ છે…
2009 માં કુલ 27 ઉમેદવાર મેદાનમાં હતા, તેમાંથી પ્રથમ ચાર ઉમેદવારોને મળેલ મતની વિગત નીચે મુજબ છે…
2014 માં કુલ 15 ઉમેદવાર મેદાનમાં હતા, તેમાંથી પ્રથમ ચાર ઉમેદવારોને મળેલ મતની વિગત નીચે મુજબ છે…
2019 માં કુલ 10 ઉમેદવાર મેદાનમાં હતા, તેમાંથી પ્રથમ ચાર ઉમેદવારોને મળેલ મતની વિગત નીચે મુજબ છે…
2019 માં લગભગ સાડા ત્રણ લાખની લીડ જાણી ભાજપે બહુ હરખાવા જેવું નથી, રાજકોટ ભલે ભાજપનો ગઢ ગણાતો હોય, પરંતુ ગત ધારાસભાની થયેલ ચૂંટણીના આંકડા બહુ ચોંકાવનારા છે. જેમાં કોંગ્રેસ ઉપરાંત આપ પક્ષ પણ મેદાનમાં હતો. રાજકોટ લોકસભામાં ધારાસભાના કુલ સાત વિસ્તાર આવે છે, જેમાં અત્યારે સાતેસાત ધારાસભ્યો ભાજપના છે, પરંતુ કોંગ્રેસ અને આપના ઉમેદવારને મળેલા મતોનો જો સરવાળો કરવામાં આવે તો સાતમાંથી ચાર સીટમાં ભાજપ પાછળ રહી જાય છે. આ સીટમાં (1) જસદણ- કુંવરજીભાઇ બાવળીયા (2) રાજકોટ ઇસ્ટ- ઉદય કાનગડ (3) ટંકારા- દુર્લભજી દેથરિયા અને (4) વાંકાનેર જીતુ સોમાણી હાલ જે જીતેલ છે, તે આંકડા મુજબ સરવાળો કરતા હારતા દેખાય છે. નવાઈની વાત એ પણ છે કે જસદણ ને રાજકોટ સાઉથમાં કોંગ્રેસ કરતા આપના ઉમેદવાર આગળ રહ્યા હતા.
રાજકોટ લોકસભામાં 2019 માં ભાજપ ભલે 3,58,645 લીડથી જીત્યું, પરંતુ ધારાસભામાં કોંગ્રેસ અને આપના ઉમેદવારોને મળેલા મતો મુજબ આ લીડ માત્ર 1,64,386 મતની જ રહે છે. મતલબ કે જો કોંગ્રેસ ભાજપના 82,193 મત તોડી શકે તો પરિણામ બદલી શકે. અલબત્ત, લોકસભામાં ધારાસભાની ચૂંટણીમાં કરતા કંઈક અલગ પણ થતું હોય છે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો