રૂટ બંધ કરવાનું કારણ બસની ઘટનું અપાયું હતું
ધ્રાગંધ્રા ડેપો દ્વારા ધ્રાગંધ્રા રાજકોટ વાયા વાંકાનેરનો 40 વર્ષથી ચાલતો એસટી બસ રૂટ અચાનક બંધ કરાતાં આ મુદે મુસાફરોમાં ભારે રોષ છવાયો હતો.
અને આ અહેવાલ મીડિયામાં આવતાં જ ચોવીસ કલાકમાં ફરી શરૂ કરી દેવાતાં મુસાફરોમાં આનંદની લાગણી ફરી વળી હતી.
સ્ટાફ તથા યુનિયનની માથાકૂટમાં વર્ષો જૂના રૂટનો ભોગ લેવાઇ ગયો હતો, પેસેન્જરની મુશ્કેલીને વાચા આપતાં એસ.ટી. તંત્ર દોડતું થયું હતું.
અને તાબડતોડ ફરી રૂટ શરૂ કરવામાં આવ્યો હતો. નફાકારક રૂટ બંધ કરવા બાબતે ધ્રાંગધ્રા ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામીએ એવું કારણ આપ્યું હતું કે બસની ઘટ છે.
નોંધનીય છે કે વાંકાનેરથી હળવદ જવા માટેની આ એક જ બસ છે અને તે અત્યંત ઉપયોગી રૂટ છે.
માથકથી વાંકાનેર તરફના ગામડાના લોકોની ખરીદી વાંકાનેર હોવાથી આ લોકો માટે આ બસ રૂટ આશીર્વાદ સમાન છે.