વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ વરમોરા સિરામિક ફેકટરીમાં કામ કરતા ચોટીલા તાલુકાના પલાસળા ગામના એક યુવાને ઝેરી દવા પી લીધી હતી.
જાણવા મળ્યા મુજબ ખુશાલ ચનાભાઈ છાગઠિયા ઉ.22 નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.