ચોટીલા તાલુકાના ખેરડી ગામની સીમમાં ધમધમતા જુગારધામ પર સ્થાનિક પોલીસે દરોડો પાડી રાજકોટ, વાંકાનેર, મોરબી, કાલાવડ અને ચોટીલાના પંટરો મળી 13 શખ્સોની ધરપકડ કરી રોકડા, ત્રણ કાર અને 14 મોબાઈલ મળી રૂ.11.92 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. જુગાર સંચાલક નાસી જવામાં સફળ રહ્યા છે.
ચોટીલા તાલુકાના ખરેડી ગામના વતની અને ચોટીલા ખાતે રહેતા ચંદ્રરાજભાઈ ઉફર્ષ લાલભાઈ મંગળુભાઈ ખાચર ખરેડી ગામે પોતાની વાડીમાં જુગાર કલબ ચલાવતા હોવાની હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ સોલંકી, વલ્લભભાઈ ખટાણા અને કોન્સ્ટેબલ કિશનભાઈ સકુમ ને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન જુગાર રમતા સહિત 13 પૈકી વાંકાનેરના ઢુવાના મહોબતસિંહ ભુપતસિંંહ ચૌહાણ, ઢુવાનો નિઝામ કરીમ જેડા, ઢુવાનો હિરા કાળા ગોરીયા, વાંકાનેરનો અશોક છગન માનસુરીયાની ધરપકડ કરી હતી.