વાંકાનેર: તાલુકાના નવા ઢુવા અને રાતાવીરડાના બે શખ્સો સામે જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે…
જાણવા મળ્યા મુજબ નવા ઢુવામાં રહેતા અરવીંદસિંહ મહીપતસિંહ ગોહીલ (ઉ.વ.30) મુળ ગામ-ભડલી તા.શીહોર જી.ભાવનગર વાળાને માટેલ રોડ દ્વારકાધીશ હોટલ પાસેથી જાહેરમાં વર્લીફીચરના આંકડા લખી નસીબ આધારીત હારજીતનો જુગાર રમી રમાડતા વર્લી સાહીત્ય આંકડા લખેલ કાગળ, બોલપેન તથા રોકડા રૂ.૯૫૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો નોંધાયો છે…
બીજી પોલીસ કાર્યવાહી રાતાવીરડાના રામાપીરના મંદિર પાછળ બાવળના ઝાડ નીચે બેસી (1) જીતુભાઈ ચોથાભાઇ ભવાણીયા (ઉ.વ.22) અને (2) માવજીભાઈ છનાભાઈ કુણપરા (ઉ.વ.42) વાળા સામે જુદા જુદા દરની ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી બેકીનો જાહેરમાં નસીબ આધારીત જુગાર રમતા કુલ રોકડા રૂ. ૭૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો નોંધાયો છે…
ઉપરોક્ત ત્રણેય આરોપી સામે જુગારધારા કલમ ૧૨(અ) મુજબ પોલીસ કાર્યવાહી થઇ છે…