છેલ્લે પિતાને ફોન કર્યો: ખરીદી કરવા જાઉં છું
બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા કલ્પાંત
રાજકોટ: વાંકાનેરના ઢુવાની ફુટપાથ પર અજાણ્યો યુવક બેભાન પડયો હોવાની જાણ રાહદારીને થતા 108 મારફતે મોરબી સીવીલ હોસ્પીટલે સારવારમાં ખસેડાયો હતો. જયાંથી વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલે ખસેડાયા બાદ તેનું મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહની ઓળખ કરી પરીવારને જાણ કરી હતી.
મૃતકનું નામ મહેશભાઈ દરીયાઉસિંગ ઠાકુર (ઉ.35) હોવાનું જાણવા મળેલ હતું. વધુમાં મૃતકના પિતાએ જણાવ્યું હતું કે તેમને સંતાનમાં ત્રણ પુત્રો છે. જેમાં મહેશ વચેટ હતો અને તેઓ મુળ મધ્યપ્રદેશના અને ઢુવા ગામે કંપનીમાં મજુરી કામ પરીવાર સાથે કરતા હતા. ગઈકાલે સાંજે મહેશનો ફોન આવેલ કે તે ખરીદી કર્યા બાદ ઘરે આવશે, જે બાદ તેનો ફોન ન આવતા અમે તપાસ ચાલુ કરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે બનાવતી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.