જમણા હાથની કલાઈ પર અંગ્રેજીમાં NENU લખેલ છે
વાંકાનેર તાલુકામાં ઢુવા ચોકડી ભવાની હોટલ સામે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનનું મોત નીપજયું હતું જે અજાણ્યા યુવાનના વાલી વારસનો હજુ સુધી કોઈ પત્તો લાગેલ નથી જેથી કોઈને જાણ થાય તો વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા અપીલ કરેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઢુવા ચોકડી ભવાની હોટલ સામે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં અજાણ્યા યુવાનનું મોત નીપજયું હતું અને તેની ડેડબોડીને વાંકાનેર સિવિલે લઈને આવ્યા હતા. અને વાકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને મૃતકના વાલી વારસને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે. હજુ સુધી તેના વાલી વરસ મળી આવેલ નથી જેથી
મૃત્યુ પામેલ યુવાન આશરે 30 થી 35 વર્ષનો હોવાનું પ્રાથમિક અનુમાન છે અને તેના જમણા હાથની કલાઈ પર અંગ્રેજીમાં NENU અને હિન્દીમાં નેનુસિંહ તથા ત્રિશુલ આકારની ડિઝાઇન અને જમણા હાથના પોચા પર ઓમ ત્રાજવાથી ત્રૉફાયેલ છે તેમજ કાળા કલરના ટીશર્ટ બ્લુ કલરનું નાઈટ ડ્રેસ પેન્ટ પેરેલ છે આ મૃતકના વાલી વારસદારની શોધખોળ વાંકાનેર તાલુકા પોલીસ હાથ ધરી છે અને વધુ તપાસ એ.એસ.આઇ. જે.કે. અધારા ચલાવી રહ્યા છે