કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઢુવા ગામે PGVCL નું સબ ડિવિઝન આવશ્યક


અનેક ઓદ્યોગીક એકમો અને સ્થાનિક પંથકને માટે સુગમતા રહે

વાંકાનેર: તાલુકાનું ઢુવા ગામ, જે વાંકાનેર તાલુકાનું ઉદ્યોગ ક્ષેત્રે મોટું ગામ ગણાય છે એ ઢુવામાં જો પીજીવીસીએલનું સબ ડિવિઝન અલગથી મૂકવામાં આવે તો પાવરલોડ પણ ઓછો થાય અને આ પંથકમાં ખેડૂતો અને વેપારીઓને પણ હાલાકી ઓછી થાય.

આ સમસ્યાને ધ્યાને રાખી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પ્રજા દ્વારા અવારનવાર રજૂઆતો ઊઠવા પામી છે, ત્યારે સમસ્યાને ધ્યાને રાખી વાંકાનેર તાલુકાની પ્રજાને સમયસર ડિજિટલ યુગમાં ઝડપી વિકાસ ગ્રામ્ય વિસ્તારે પણ થાય તેવા હેતુથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સુધી સાંસદ, ધારાસભ્ય સહિત સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓ તેમજ મતદાર પ્રજાની લાગણી સાથે માંગણી રહી છે, ત્યારે વાંકાનેર તાલુકાના ઢુવા ગામે PGVCL નું સબ ડિવિઝન શરૂ કરવામાં આવે તો ઉદ્યોગપતિઓ અને સ્થાનિક પંથકના અન્ય નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ પડતા પાવરલોડનો માર હળવો પડે અને લોકોની સમસ્યા ઝડપી હલ થાય તેવી લાગણી છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!