હસનપર ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર
વાંકાનેર: મિલ પ્લોટના એક શખ્સને ઢુવા મુકામે પોલીસ ખાતાએ વર્લીફીચરના આંકડા લખતા પકડયો છે…
જાણવા મળ્યા મુજબ મિલ પ્લોટ નવજીવન સોસાયટી, સરકારી ગોડાઉન સામે રહેતો રાજભાઇ રામેશ્વરભાઈ ચાકરે (ઉ.વ. 27) વાળાને ઢુવા માટેલ રોડ અમરધામ
પાસેથી જાહેરમાં વર્લીફીચરના આંકડા લખી નસીબ આધારીત હારજીતનો જુગાર રમી-રમાડતા વર્લી સાહીત્ય આંકડા લખેલ કાગળ તથા બોલપેન તથા રોકડા
રૂ.૭૨૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો જુગારધારા કલમ ૧૨(અ) મુજબ નોંધી પોલીસ ખાતાએ આગળની કાયદેસર કાર્યવાહી શરુ કરેલ છે….
હસનપર ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર
વાંકાનેર તાલુકાની હસનપર ગ્રામ પંચાયત ખાતે તાલુકા પંચાયતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત માટે બેઠક મળી હતી, જેમાં સરપંચ સહિતના 10 સભ્યમાંથી આઠ સભ્યોએ સરપંચના શાસનમાં અવિશ્વાસ હોવાનું જણાવી દરખાસ્ત મૂકી હોય જેમાં સરપંચ તરફે માત્ર એક જ સભ્ય રહેતા હવે સરપંચ કાજલબેન અજયભાઇ પરસોંડાનું પદ જઇ શકે છે…
હસનપર ગ્રામ પંચાયતમાં સરપંચના વહીવટમાં શંકા જતાવી સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, તાલુકા પંચાયતની વારંવારની સુચના છતાં સરપંચ દ્વારા વિકાસના કામમાં ધ્યાન આપવામાં આવેલ નથી અને વિકાસના કોઇ કામ થતા નથી. જેથી ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ-57(1) હેઠળ તમારી સામે શા માટે પગલા ન લેવા ? તે બાબતેનો ખુલાસો કરવા જિલ્લા પંચાયત કચેરી ખાતે સરપંચને બોલાવવામાં આવ્યા હતા.
મંગળવારે ગ્રામ પંચાયત ખાતે તાલુકા પંચાયતના અધિકારીઓની હાજરીમાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેમાં સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં આઠ સભ્યોએ સમર્થન કર્યું હતું, જ્યારે માત્ર એક જ સદસ્ય સરપંચના સમર્થનમાં રહ્યા હતા. અને સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ ગઈ હતી…