વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન યુવાનને ટ્રેક્ટર ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના રહેતો અને હાલમાં ઢુવા પાસે આવેલ આઇકા કંપની ખાતે રહેતો અને મજૂરી કામ કરતો ઉમઠીયાભાઈ રામકરણભાઈ ગોવેલ (૨૧) નામનો આદિવાસી યુવાન મજૂરી કામ કરતો હતો ત્યારે ગત તા. ૧૫ ના રોજ ટ્રેક્ટરના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને તે યુવાનને બેભાન હાલતમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવિઝનના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી જોકે, અકસ્માતનો બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે