બળદ સાથે અથડાતા નવા ઢુવાના ભરવાડ યુવાનને ઈજા
જીઆઈડીસી પાસે મારામારી
વાંકાનેર: ખાણીપીણીના ધંધાર્થીએ પૈસા માંગતા માર મારી ધંધાર્થીનું માથું ફોડી નાખ્યું હતું. જે અંગે ગુનો દાખલ થયો છે. મળતી માહિતી મુજબ, ફતેસિંહ ગોમસિંહ રાવત (ઉંમર વર્ષ 40, રહે. કુવાડવા ગામ, શ્રીનાથ પાર્ક, તા. જિ.રાજકોટ) ગઈકાલે બપોરના 3.30 વાગ્યાં આસપાસ આર.કે. બાર ઇન્ડસ્ટ્રીઝ પાસે કુવાડવા – વાંકાનેર રોડ સણોસરા પાટીયા પાસે પોતાની દાળ પકવાનની રેંકડીએ હતા ત્યારે સામેવાળા સલીમ, હાર્દિક, વસીમએ ઝઘડો કરી ખુરશી વડે માર મારતા માથે-શરીરે ઈજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અંગે કુવાડવા રોડ પોલીસે ફરિયાદ નોંધી છે. જેમાં ફરિયાદી ઈજાગ્રસ્ત ફતેસિંહએ જણાવ્યું કે, મારું મુળ વતન રાજસ્થાન છે. હું મારા સગા ભત્રીજા દલપતસિંહ સાથે રહું છું અને હું રાજકોટ-વાંકાનેર હાઈવે રોડ, સણોસરા ગામના પાટીયા નજીક રોડ પર મહાવીર જનરલ સ્ટોરની બાજુમાં દાળ પકવાનની નાસ્તાની રેકડી રાખી વેપાર ધંધો કરું છું. મારી રેકડીની બાજુમાં મારા સગા ભત્રીજા કરિયાણાની દુકાન ચલાવે છે. આઠેક દિવસ પહેલા મેં આ નાસ્તાની રેકડી ચાલુ કરેલ હતી. ત્યારથી ત્રણેક જણા આ રેકડીએ નાસ્તો કરવા માટે આવતા અને નાસ્તો કરીને પૈસા દીધા વિના જતા રહેતા. મેં આજુબાજુ ના ધંધાવાળાઓને પુછપરછ કરતા મને જાણવા મળેલ કે, એક સલીમ, બીજાનું નામ વસીમ અને ત્રીજાનું નામ હાર્દિક છે.
ગઈ કાલે બપોરના આ લોકો ફરી વખત નાસ્તો કરવા આવતા નાસ્તો કર્યા બાદ પૈસા માંગતા, પૈસા આપેલ નહીં. મને કહેલ કે તારી પાસે અહીં વેપાર કરવાનું લાઇસન્સ છે તો દેખાડ? બાકી તારે વગર લાયસન્સે ધંધો કરવો નહીં. તેમ કહી મારી સાથે બોલાચાલી, ઝગડો કરી, અપશબ્દો કહીં, રેંકડી પાસે રાખેલી પ્લાસ્ટિકની ખુરશીઓ ઉપાડી ઘા કરવા લાગેલ. હું તેમને અટકાવવા જતા વસીમે ખુરશી મને માથાના પાછળના ભાગે મારતા લોહી નીકળવા લાગેલ. મારા સગા ભાઈ ભગવાનસિંહ ગોમસિંહ અને ભત્રીજા દલપતસિંહ વચ્ચે પડતા તેને પણ આ ત્રણેય જણાએ ઢીંકા પાટાનો માર મારેલ. દલપતસિંહએ પોલીસ અને 108 ને જાણ કરેલ. 108 માં મને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ. પોલીસે ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે…
બળદ સાથે અથડાતા ભરવાડ યુવાનને ઈજા
વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામે રહેતા નાનજીભાઈ ભાયાભાઈ ગમારા (ઉ.38) નામનો યુવાન માટેલ રોડ અમરધામથી ઢુવાના રસ્તેથી જતો હતો ત્યારે બળદ સાથે અથડાતા સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો.
જીઆઈડીસી પાસે મારામારી
બીજો બનાવ વાંકાનેર જીઆઈડીસી પાસેનો છે, જાણવા મળ્યા મુજબ જીઆઈડીસી પાસે મારામારીમાં ઈજા થતા જગુભાઈ ધીરૂભાઈ નામના 25 વર્ષના યુવાનને સિવિલે સારવાર માટે લઈ ગયા હતા, ઈજાગ્રસ્ત સિહોર (જી: ભાવનગર) નો વતની છે….
