વાંકાનેર : તાલુકાના ઢુવા ખાતે આવેલ ફેકટરીમાં ચારેક મહિના પહેલા શેડના પતરા બદલાવતી વખતે પડી ગયેલા સારવાર દરમિયાન કોમામા સરી ગયા હતા. તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ ઢુવા ખાતે આવેલ રોસાટા સિરામિક ફેકટરીમાં ચારેક મહિના પહેલા શેડના પતરા બદલાવતી વખતે પડી ગયેલા ગણેશભાઈ સોમાભાઈ વાસફોડા ઉ.41 રહે.રામનગરી, ઘુંટુ નામના યુવક પડી ગયા બાદ સારવાર દરમિયાન કોમામા સરી ગયા હતા. આ ઇજાગ્રસ્ત યુવકને અમદાવાદ, મોરબી સારવાર બાદ ઘેર કોમામાં આચકી ઉપડતા મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…

