વાંકાનેર : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક હાર્ટએટેકથી મૃત્યુ થયાનો બનાવ બન્યો છે.
જાણવા મળ્યા મુજબ નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક વૃંદાવન હોટલ ખાતે લઘુશંકા કરવા ગયેલા સમી પાટણના ટ્રક ચાલક બબાભાઈ નાગજીભાઈ રબારી ઉ.53 નામના આધેડને હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.