સ્વાસ્થ્ય માટે કઠોળ ખૂબ જ મહત્ત્વનું
વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વ કઠોળ દિવસની ઉજવણીમાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. ભાષા શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયાએ વિશ્વ કઠોળ દિવસ વિશે વક્તવ્ય આપ્યું હતું અને કઠોળના ફાયદા જણાવ્યા હતા. ગણિત-વિજ્ઞાન શિક્ષક સતીશકુમાર સરડવાએ કઠોળમાંથી મળતા પોષક તત્ત્વો વિશે માહિતી આપી હતી. બાળકોએ ખૂબ જ ઉત્સાહથી આ ઉજવણીમાં ભાગ લીધો હતો.
વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલીમાં ફાસ્ટ ફૂડનું પ્રમાણ વધી ગયું છે અને આહારમાં કઠોળનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. તેથી શરીરને પૂરતું પોષણ મળતું નથી. લોકોના સ્વાસ્થ્ય માટે કઠોળ ખૂબ જ મહત્ત્વનું છે. કઠોળ પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે.
કઠોળનું સેવન કરવાથી શરીરને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. લોકો ખોરાકમાં કઠોળને સામેલ કરે તે માટે કઠોળ વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો