વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામના લોકપ્રિય સરપંચ રસુલભાઈ ખોરજીયાનો આજે જન્મ દિવસ છે. તારીખ 15-7-1967 ના રોજ જન્મેલા રસુલભાઈ આજે 57 વર્ષ પુરા કરી 58 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.
તેઓ દીઘલીયા સરપંચ તરીકે છેલ્લી ત્રણ ટર્મથી સેવા આપી રહ્યા છે. ગામના બધા સમાજમાં લોકચાહના ધરાવે છે. તેમના પત્ની મોરબી દૂધ સંઘની મંડળીમાં પ્રમુખ છે. ગાંગીયાવદર તાલુકા પંચાયતની સીટ પર સારું વર્ચસ્વ ધરાવે છે. તાજેતરમાં સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીમાં તેમણે જેને ટેકો આપેલ તે સભ્યો જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. મિલનસાર અને નિખાલસ સ્વભાવના રસુલભાઈ વહીવટી તંત્રનું સારું જ્ઞાન ધરાવે છે. લોકોના પ્રશ્નો હલ કરવા હરહંમેશ તૈયાર રહે છે.
આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 98751 32033 ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.