સુરેલા બનશે કારોબારી સમિતિના ચેરમેન
વાંકાનેર: નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે નગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં ચુંટણી યોજાઈ હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે ડિમ્પલબેન હેમાંગભાઈ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે હર્ષિત દિનેશકુમાર સોમાણીની વરણી કરવામાં આવી છે.
યોજાયેલ ચૂંટણીમાં ચુંટાયેલા તમામ 28 સદસ્યો હાજર રહ્યા હતા જેમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે ડિમ્પલબેન હેમાંગભાઈ સોલંકીનો પ્રસ્તાવ રજૂ થયો હોય જેને 21 સદસ્યોએ સમર્થન આપ્યું હતું, જ્યારે કોંગ્રેસ તરફથી જાગૃતિબેન ચૌહાણને 06 સભ્યોએ સમર્થન આપ્યું હતું, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપ તરફથી હર્ષિત દિનેશકુમાર સોમાણીને 21 અને કોંગ્રેસના મહંમદભાઈ રાઠોડને 06 સભ્યોએ સમર્થન આપ્યું હતું. આમ આદમી પાર્ટીના એક સદસ્યએ તટસ્થ વલણ દાખવ્યું હતું. આ સાથે જ મોરબી જિલ્લા ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેડમાં નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન તરીકે સન્ની ભરતભાઈ સુરેલાના નામની દરખાસ્ત મુકવામાં આવેલ છે, જેની વરણી નગરપાલિકાની આગામી સામાન્ય સભામાં કરવામાં આવશે…