કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મોમીન સમાજના લગ્ન રિવાજમાં 2 મુદ્દાની ચર્ચા

દીકરાના લગન એક જ દિવસે રાખવા અને નીકાહ પછી દુલ્લહાને પહ ભરાવવાનુ બંધ કરવુ

વાંકાનેર તાલુકાના મોમીન સમાજના લગ્નમાં ચાલતા રિવાજમાં 2 મુદ્દાની ચર્ચા કરવાની છે
1 દીકરાના લગન એક જ દિવસના રાખવાના
2 નીકાહ પછી દુલ્લહાને પહ ભરાવવા નુ બંધ કરવુ

દીકરાના લગન એક જ દિવસના રાખવાના
આપણે અગાઉ દિકરી ના લગન 2 દિવસના રાખતા હતા, 2000 ની સાલમાં એટલે કે આજથી 24 વર્ષ પહેલાં સરધારકા ગામથી દીકરીના લગ્ન એક દિવસના રાખેલ હતા. 2002માં મારા કાકાના દીકરાના ઘરે અમે દિકરીના લગ્ન એક દિવસના રાખેલ હતા જેમાં તેમના એક સગાએ એવું કહેલ કે એક દિવસના લગ્ન રાખવા એટલે જીઆરત જેવું લાગે; પણ એના જ ઘરે જ્યારે દીકરીના લગ્ન આવ્યા ત્યારે તેમણે પણ એક દિવસ ના લગ્ન રાખેલ હતા. અત્યારે આપણા મોમીન સમાજમાં દીકરીને લગન એક દિવસના સો ટકા અમલ થયેલ છે. સમય સાથે દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવવું જરૂરી છે
અગાઉ આપણે સો ટકા ખેતી આધારિત હતા અત્યારે 70% સાઈડ બિઝનેસ સાથે સંકળાયેલા છે અગાઉની ખેતી ફક્ત સૂકી ખેતી હતી અત્યારે એક વર્ષમાં ત્રણ પાક લઈએ છીએ માટે કર્મચારી કે વેપારી કે ઉદ્યોગપતિ કે ખેડૂતને સમયની કિંમત છે
હાલમાં અત્યારે આપણે દીકરાના લગન બે દિવસના રાખીએ છીએ દાખલા તરીકે શનિવાર અને રવિવાર હોય તો શનિવારે આપણે માંડવરાત ગણીએ છીએ જે સાંજે જમીને તમામ લોકો પોતાના ઘરે જતા રહે છે બીજા દિવસે પાછા આવે છે

આના માટે વિકલ્પ
A
શનિવારે 25 થી 30 માણસો નીકાહ પઢી આવે અને રવિવારે દાવતે વલીમા રાખે તો એક સુન્નત અદા થાય છે અને લગ્નમાં આવનાર માણસને એક જ દિવસનો સમય બગડે
B
રવિવારે સવારે મહેમાન આવે અને બપોરે જમણવાર કરી નીકાહ પઢવા જાય તો પણ એક જ દિવસ જવાનું થાય આવા લગ્ન ગયા વર્ષે 14 થી 15 થયા હતા અને અગાઉના વર્ષમાં પણ આ રીતે નીકાહ થયા હતા. આ રીતે દીકરાના ફક્ત એક જ દિવસના લગ્ન સમજદારથી શરૂઆત થાય તો સો ટકા આનો અમલ થાય આપણે નિકાહનુ જ મહત્વ હોય છે આગલા દિવસે કાંઈ પણ કામ હોતું નથી માટે ખોટું ખર્ચ અને ખોટો સમય બરબાદ થાય છે માટે આ સુધારો લોકોને ખાસ જરૂર છે
નીકાહ પછી દુલ્લહાને પહ ભરાવવાનુ બંધ કરવુ જોઈએ

નીકાહ પછી દુલ્હાને જે પહ આપવાનો રિવાજ છે તે નિકાહના સમય કરતા વધારે સમય બગડે છે, આ રિવાજ અગાઉના વર્ષોમાં વરરાજા પાસે પૈસા ન હોય માટે અગાઉ બે રૂપિયા આપતા હતા જેથી તેનો ખર્ચ વાપરવાનો નીકળી જાય અત્યારે અલ્લાહ પાકની બધાને મહેરબાની છે આ પહ ભરાવા સાથે દીકરીઓ ઉઘાડા માથે આવે છે અને ગુલાબના ફૂલ ઉડાડીને ઠઠા મશ્કરી કરે છે અને ગુલાબના ફુલની બે ઇજતી થાય છે. આ પહ ભરાવાનો રિવાજ જ ગયા વર્ષે સરધારકાની જાન મોટા ભોજપરા ગયેલ જેમાં તેને પહની કે ફુલની વિધિ રાખેલ ન હતી એટલે આ શરૂઆત થઈ ગઈ છે હવે નવ જુવાન આ વાત સમજી અને જો શરૂઆત કરે તો સમય અને ઠઠા મશ્કરી બંધ થાય
અગાઉ આપણે નિકાહ પછી પાંચમલુ જમવાનુ જે રૂમમાં અલગ જમાડવામાં આવતા હતા અને છોકરીઓ ઠઠ્ઠા મશ્કરી કરતી હતી જે અત્યારે સો ટકા એમાં સુધારો થયેલ છે દુલ્લહાનુ સૌની સાથે અત્યારે જમણવાર રાખે છે આ અંગે અભિપ્રાય આપવા માટે તારીખ 22/12/2024 ને રવિવારના રોજ સવારે 8/00 વાગ્યાથી બપોરના 12:00 વાગ્યા સુધી આપણા દરેક ગ્રુપ ખુલા રાખવામાં આવશે
નોંધ
આમાં કોઈ પણ પ્રકારની જાહેરાત મુકવાની નથી જે જાહેરાત મુકશે તેમને આ ગ્રુપમાંથી રીવ્યુ કરવામાં આવશે જેની નોંધ લેશો
નુરભાઈ ગુલશન કેરાળા મો 97 98 99 44 00   વોટ્સએપ 94272 52095  તા 21/12/2024….

Content Copying Forbidden !!

error: Content is protected !!