કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જિલ્લાની લોક અદાલતમાં ૬૬૦ કેસોનો નિકાલ

ટ્રાફિક અને દારૂ અંગેના ગુન્હા

મોરબી : રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ઉપક્રમે જિલ્લા ન્યાયાલય મોરબી તથા તેના તાબા હેઠળ આવેલા વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.) ખાતે આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતુ.

આ લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસો (MACP મેટર્સ), ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મહેસુલના કેસો, ભરણપોષણના કેસો, એલ.એ.આરના કેસો, હિન્દુ લગ્ન ધારો, મજુર અદાલતના કેસો, ટ્રાફીક ઇ-ચલણને લગતા પ્રિ-લીટીગેશનના કેસો દિવાની દાવા જેવા કે ભાડાના, બેન્કના વિગેરે વીજળી તથા પાણીના (ચોરી સિવાયના) કેસો સમાધાન માટે મુકવામાં આવેલા હતા. આજ રોજની લોક અદાલતમાં કુલ ૧૮૩૮ કેસો મુકવામાં આવેલા હતા. જેમાથી કુલ ૬૬૦ કેસોનો નિકાલ થયેલ છે અને જેમાં કુલ રૂ.૧૪,૨૮,૯૯,૬૬૩ સમાધાન થકી વસુલ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત ટ્રાફીક ઇ-ચલણને લગતા પ્રિ-લીટીગેશનના કેસોના રાષ્ટ્રીય લોક અદાલતમાં રાખવામાં આવેલ હતા અને જેના ઈ-ચલણનાં નાણા ઓનલાઇન તથા કોર્ટમાં વસુલવામાં આવેલ હતા. તથા સ્પે. સીટીંગ ઓફ લોક અદાલતમાં કુલ ૨૮૧૬ કેસો મુકવામાં આવેલા હતા અને તેમાંથી કુલ ૨૦૯૧ કેસોનો નિકાલ થયેલ છે. તેમજ પ્રિ- લીટીગેશનના કુલ ૨૪૩૬૭ કેસો સમાધન માટે મુકવામાં આવેલા હતા તેમાંથી કુલ ૨૩૭૪ કેસોનો સમાધનથી નિકાલ કરી રૂ. ૫૬,૫૯,૨૧૮/- ની વસુલાત કરવામાં આવેલ છે.

ટ્રાફિક અંગેનો ગુન્હો
વેલનાથપરાના કલ્પેશ રમેશભાઈ પરબતાણી જીનપરા જકાતનાકા સામે રીક્ષા નં. GJ-36-U-7032 રોડ ઉપર ઉભી રાખતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.
પીધેલ પકડાયા
ચંદ્રપુર હાઇવે અલંકાર હોટલ પાછળ રહેતા રવિ છગનભાઇ સિંધવ દારૂ પી ને તોફાન કરે છે, એવી જાણ થતા અને વિસીપરા સમ્શાનની બાજુમાં રહેતા રાજુ વિહાભાઈ બાવળીયાને વિસીપરા ચોકમાંથી પીધેલ પકડાયા છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

 

Content Copying Forbidden !!

error: Content is protected !!