પાંચદ્વારકા મદીના વેલફેર ગ્રુપનું પ્રશંશનીય કદમ
૧૫૦૦ મા ઈદે મીલાદુન્નબીની ખુશીના પવિત્ર અવસરે પાંચદ્વારકા મદીના વેલફેર ગ્રુપ દ્વારા વાંકાનેર શહેરની નવ હોસ્પિટલોમાં ફ્રુટ તથા નાસ્તાની કીટનું વિતરણ કરવામાં આવ્યું. 






















આ સેવા કાર્ય દ્વારા દર્દીઓ તથા તેમના પરિજનોને આરોગ્ય અને ખુશીની દૂઆઓ સાથે મદદ પહોંચાડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો. ઇસ્લામના પયગંબર હઝરત મહંમદ ﷺ ની શિક્ષા મુજબ ઈન્સાનિયત, સેવા અને ભાઈચારાનો સંદેશ પ્રસારીત થાય તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પાંચદ્વારકા મદીના વેલફેર ગ્રુપના આ ઉપક્રમે સમાજમાં એકતા અને સેવા ભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું.
૧૫૦૦ મા ઈદે મીલાદુન્નબીની ખુશીના અવસરે કરવામાં આવેલા આ સેવા કાર્યો બદલ પાંચદ્વારકા મદીના વેલફેર ગ્રુપને દિલથી અભિનંદન અને શુભેચ્છાઓ. ઇસ્લામના પયગંબર હઝરત મહંમદ ﷺ ની શિક્ષાઓ મુજબ માનવ સેવા, દયા, પ્રેમ અને ભાઈચારો જ જીવનનો સાચો માર્ગ છે. હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રુટ અને નાસ્તાની કીટ વિતરણ કરી સમાજમાં ખુશી અને ઈન્સાનિયતનો સંદેશ પહોંચાડવામાં આવ્યો છે, જે ખરેખર પ્રશંસનીય છે. આ ઉપક્રમ સમાજને પ્રેરણા આપે અને આગલા સમયમાં પણ આવી સેવા કાર્યો સતત આગળ વધે તેવી અલ્લાહ તઆલા સમક્ષ દૂઆ સાથે ખૂબ ખૂબ મુબારકબાદ.
