વાંકાનેર: ગઈ કાલે 75 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વાંકાનેર તાલુકાના શ્રી પંચાસર પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. ધ્વજવંદન ગામની સૌથી વધારે ભણેલી દિકરી નસરીનબેનના હસ્તે કરાવવામાં આવ્યુ હતું. ત્યારબાદ સ્કૂલના શિક્ષકો દ્વારા સરપંચશ્રી, સભ્ય અને ગ્રામજનોનું સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સરપંચશ્રી ભોરણીયા મહેબુબ અમી તરફથી બાળકોને સ્કૂલ બેગ અને નોટપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધો-આઠની વિદ્યાર્થીએ 26 મી જાન્યુઆરી વિશે સ્પીચ આપી હતી. આ પછી ધો. 1 થી 8 ના વિદ્યાર્થીઓએ નાટક, રાસ, ડાન્સ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો. કાવ્યગાન તથા નિબંધ અને અનુલેખન સ્પર્ધામાં નંબર મેળવેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ કરી સરપંચશ્રી દ્વારા બધાને મીઠાઈ આપવામાં આવી હતી.