કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નવીકલાવડી શાળામાં રોપાઓનું વિતરણ/વાવેતર

નવરંગ નેચર ક્લબ દ્વારા 2000 જેટલા વિવિધ રોપાનું વિતરણ

વાંકાનેર: બિપરજોય વાવાઝોડાને કારણે ઠેર ઠેર હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે વાંકાનેરની નવી કલાવડી પ્રાથમિક શાળામાં નવરંગ નેચર ક્લબ દ્વારા 2000 જેટલા વિવિધ રોપાનું વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું છે.

હાલમાં પ્રદુષણના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સર્જાઈ જેના કારણે પુર, હોનારત, અનાવૃષ્ટિ, વાવાઝોડાં જેવી કુદરતી આફતો આવતી હોય છે. હાલમાં માનવ વસ્તીના પ્રમાણમાં વૃક્ષોની સંખ્યા ખુબ જ ઓછી છે, ત્યારે વધુને વધુ વૃક્ષો વાવી, ઉછેરી, જતન કરી વાતાવરણમાં સમતુલા જાળવવી જરૂરી છે;

ત્યારે નવરંગ નેચર ક્લબ દ્વારા વાંકાનેરની નવી કલાવડી પ્રાથમિક શાળામાં 2000 જેટલા વિવિધ રોપાનું વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું હતું.

વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અને શૈક્ષણિક મહાસંઘના રાજ્ય પ્રતિનિધિ મનીષભાઈ બારૈયા, નવરંગ નેચર ક્લબના વી. ડી.બાલાએ અને સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!