નવા કોઈ ન મુકાતા જગ્યા ખાલી
મોરબી : મોરની જિલ્લા અધિક કલેકટર એન.કે. મુછારની બદલી થઈ છે. જો કે સામે કોઈ નવા અધિકારી આ જગ્યાએ ન મુકાતા હાલ જગ્યા ખાલી થઈ ગઈ છે. એક તરફ ચૂંટણી માથે છે અને આ મહત્વની જગ્યા ખાલી હોય વહીવટી તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે.



મહેસૂલ વિભાગે આજે રાતે એક સાથે રાજ્યના 110 એડિશનલ કલેકટરની બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં મોરબી જિલ્લાના અધિક કલેકટર એન.કે.મૂછારની વડોદરામાં ડીઆરડીએ ડિરેક્ટર તરીકે બદલી કરી છે. બીજી તરફ આ જગ્યા ઉપર બીજા કોઈ નવા અધિકારીને મુકવામાં આવ્યા નથી. જેથી આ જગ્યા ખાલી પડી છે.


લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં અધિક કલેકટર જેવી મહત્વપૂર્ણ જગ્યા ખાલી રાખી શકાય નહીં. એટલા માટે મહેસુલ વિભાગ ફરી એક બદલીનો ઓર્ડર જાહેર કરે તેવું નિશ્ચિત મનાઈ રહ્યું છે. જો કે ત્યાં સુધી ઇન્ચાર્જ ઉપર ગાડું ગબડાવું પડે તેમ હોય, વહીવટી તંત્રમાં ચિંતા વ્યાપી ગઈ છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
