રજીસ્ટર સાટાખતના આધારે વાદીએ દાવો દાખલ કર્યો હતો
રાજકોટ તાલુકાના સણોસરાના રે.સ.નં. 77/1 પૈકી 1/પૈકી 2 ની જુની શરતની બાગાયત પ્રકારની નેસડાવાળું તરીકે ઓળખાતી ખેડવાણ જમીન હે.આરે.ચો.મી. 00-40-47 વાળી ખેડવાણ જમીન સમજુબેન મોહનભાઈ લીંબાસીયા નામે આવેલ છે. નરેશભાઈ નાગજીભાઈ લીંબાસીયાએ આ જમીન સમજુબેનના પુત્ર સાથે રૂ.1,20,000માં વેચાણ લેવાનું નકકી કરેલ હતું. સબ-2જીસ્ટ્રાર કચેરીમાં સમજુબેન લીંબાસીયા અને નરેશભાઈ લીંબાસીયા વચ્ચે રજીસ્ટર સાટાખત થયેલ. અવેજ પેટે રૂ.1,05,000 બે સાક્ષીઓની રૂબરૂમાં ચુકવેલ. બાકીની અવેજ 45 દિવસમાં ચુકવી આપવાનું સાટાખતમાં નકકી થયેલ.
બાદમાં સમજુબેન દસ્તાવેજ કરી આપતા ન હોવાથી નરેશભાઈએ રાજકોટના અધિક સિનિયર સિવિલ જજની કોર્ટમાં સાટાખત કરારનું વિશિષ્ટ પાલન કરવા અંગે દાવો દાખલ કરેલ અને માંગણી કરેલ કે દસ્તાવેજ કરી ન આપે તો કોર્ટ કમિશ્નર મારફત રજીસ્ટડ વેચાણ દસ્તાવેજ કરી આપવા તથા જમીનનો કબજો સોંપી આપવા આવે તેમજ કાયમી મનાઈહુકમ માંગેલ. નીચેની કોર્ટે દાવો મંજુર કરતા સમજુબેનને તેના એડવોકેટ મારફત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં અપીલ કરી દલીલ કરેલ કે, તેઓ જમીન ક્યારેય તેઓ વેચાણ કરવા માંગતા નહતા. વેચાણ કરવાનો સોદો કયારેય તેમની સાથે થયેલ નથી. અવેજ તેમને મળેલ નથી.
કોર્ટ સમન્સ બજતાં તેઓને ખબર પડેલ કે, તેમના પુત્રએ નરેશભાઈ પાસેથી 4-5 વર્ષ અગાઉ જે વ્યાજે પૈસા લીધેલા તે સંબંધેનું લખાણ નરેશભાઈ લીંબાસીયાએ ખોટી રીતે સાટાખત કરાવી લીધેલ. ડિસ્ટ્રીક્ટ કોર્ટે દલીલો ધ્યાને લઈ સમજુબેનની અપીલ મંજુર કરી નીચેની કોર્ટનું જજમેન્ટ રદ કરવા હુકમ કર્યો છે. અપીલમાં સમજુબેન વતી એડવોકેટ દીલીપ કે. પટેલ, સુમીત ડી. વોરા, કલ્પેશ નસીત, ધારા મુળશા, અનીતાબેન રાજવંશી, નેમીષ જોશી, ઉર્વશી કાકડીયા તથા લીગલ સહાયક તરીકે કૃપાલી રામાણી રોકાયેલ હતા.