કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જિલ્લા ફરિયાદ સહ સંકલન બેઠક DDOની અધ્યક્ષતામાં યોજાઈ

ગામ તળમાં ક્યાંય પણ ઉકરડા ન હોય તે બાબત સુનિશ્ચિત કરવા જણાવ્યું

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ મોરબીમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા, ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગતની કામગીરી તથા સ્વચ્છતા હી સેવા, નાણાકીય સંતૃપ્તિ અભિયાન, વિકાસ સપ્તાહ સહિત વિવિધ અભિયાનની અસરકારક અમલવારી તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત યોગ્ય કામગીરી સહિત વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા.

તેમણે જાહેર માર્ગો ઉપરના દબાણો તથા ગંદકી દૂર કરવાત તથા સરકારના બાકી લેણાની નાણાકીય વસૂલાત કરવા કડક સુચના આપી હતી. ઉપરાંત ગામ તળમાં રહેણાંક વિસ્તારમાં ક્યાંય પણ ઉકરડા ન હોય તે બાબત સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. પાણીના ભરાવવા બાબતે માર્ગ અને મકાન વિભાગના નાળા સાફ કરવા તથા નેશનલ હાઇવેની આજુબાજુમાં આવેલ નાળાઓમાં પાણીનો નિકાલ કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા તેમના વિભાગ અંતર્ગતની કામગીરી અન્વયે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કિડ્સ પેલેસ- રાજકોટ તરફથી શુભેચ્છા
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી, ડેપ્યુટી કલેક્ટર અને ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર, સર્વે પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તથા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!