ધારાસભ્યે દીપ પ્રગટ્ય કરી સન્માનના કાર્યક્રમની કરી હતી શરૂઆત
વાંકાનેર: તારીખ 3- 7- 2023 ના રોજ સોમવારે ગુરુપૂર્ણિમા પવિત્ર દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભાજપના મોરબી જિલ્લામાં હોદ્દેદારો નિમણૂક થતા વાંકાનેર ધારાસભ્ય જન સંપર્ક કાર્યાલય ખાતે સન્માન સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં જય શ્રી રામના નારા સાથે ભારતીય જનતા પાર્ટીના વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય હસ્તે દીપ પ્રગટ્યનો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી ભાજપના એક જૂથ સાથે વિધાનસભા 2022 માં વિવિધ શહેર જિલ્લામાં કરેલી કામગીરી અંતર્ગત લોકસભા 2024 ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકરો વાંકાનેર કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે પ્રજા ચિંતન કામગીરી અને વિકાસલક્ષી કાર્યોને સ્થાન આપી પછાત વિસ્તારોની સમસ્યાઓ દૂર કરી સૌનો સાથ સૌનો વિકાસના ઉચ્ચ ઉદ્દેશ સાથે ભાજપ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની મોરબી જિલ્લામાં હોદેદાર તરીકે વરણી કરવામાં આવી છે.
જેમાં (1) જિલ્લા ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ. (2)પ્રજ્ઞેશભાઈ પટેલ (3) જિલ્લા ભાજપ મંત્રી અશ્વિનભાઈ મેઘાણી જિલ્લા ઉપપ્રમુખ (4) આનંદભાઈ સેતા જીલ્લા ભાજપ મંત્રી (5) કોષા અધ્યક્ષ પ્રભુભાઈ વિંઝુવાડીયા (6) મંત્રી જિલ્લા ભાજપ સંગીતાબેન વોરા સહિતનું
ફૂલહારથી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો સરપંચો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ બનાવવા માટે રમેશભાઈ વોરા (પૂર્વ નગરપાલિકા પ્રમુખ) તેમજ ચેતનગીરી ગોસ્વામી અને કિશોરસિંહ ઝાલા તાલુકા ભાજપ મહામંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.