કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જી.પંચા.ના પ્રમુખ હંસાબેન અને ઉપપ્રમુખ હીરાભાઈ

કારોબારી સમિતિ માટે પ્રવીણભાઈ સોનાગ્રાના નામ ઉપર પસંદગી

મોરબી જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે નવા હોદેદારોની પસંદગીને આખરી મહોર મારવામાં આવી છે, ભાજપ મવડી મંડળ દ્વારા પ્રમુખ પદ માટે પીઢ અનુભવી મહિલા ઉમેદવાર હંસાબેન પારઘી, ઉપપ્રમુખ પદે હીરાભાઈ ટમારીયા અને કારોબારી સમિતિ માટે પ્રવીણભાઈ સોનાગ્રાની પસંદગી કરવામાં આવી છે. આવતીકાલે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તમામ નવા હોદેદારોની વરણી કરવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટી શાસિત મોરબી જિલ્લા પંચાયતમાં અઢી વર્ષનું શાશન પૂર્ણ થતા નવા હોદેદારોની નિમણુંક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી,જેમાં મવડી મંડળ દ્વારા સેન્સ પ્રક્રિયાને અંતે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે હંસાબેન જેઠાભાઈ પારઘી, ઉપપ્રમુખ પદ માટે હીરાભાઈ ટમારીયા અને કારોબારી સમિતિ માટે પ્રવીણભાઈ સોનાગ્રાની પસંદગી કરવામાં આવી છે.

વધુમાં આજે પાર્ટીના મેન્ડેડ મુજબ તમામ નવા હોદેદારો ઉમેદવારી પત્ર ભરશે, સાથે જ આજે યોજાનાર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સર્વાનુમતે તમામ નવા હોદેદારોને સર્વસંમતિથી ચૂંટી કાઢવામા આવશે. ઉલ્લેખનીય છે કે, હંસાબેન પારઘી અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુક્યા હોય અનુભવી નેતા છે. જયારે હીરાભાઈ ટમારીયા આરોગ્ય ચેરમેન અને પ્રવીણભાઈ સોનાગ્રા શિક્ષણ સમિતિમાં ચેરમેન તરીકે રહી ચુક્યા છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!