કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જિલ્લા પ્રા. શિક્ષક સંઘ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

જિલ્લા પ્રા. શિક્ષક સંઘ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

મેન ઓફ ધ સીરીઝ નિલેશભાઈ પરમાર અને બેસ્ટ ફિલ્ડર નરેશભાઈ જાગોદણા

વાંકાનેર: આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમ માંથી વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કમિટી દ્વારા રચાયેલ વાંકાનેર વોરિયર્સ ટીમ જેના કેપ્ટન તરીકે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મીડિયા મંત્રી એવા ધવલભાઈ મહેતા તેમજ વાઈસ કેપ્ટન શિક્ષક શ્રી

વિશાલભાઈ ચૌહાણ અને સમગ્ર ટીમના તમામ પ્લેયર શિક્ષકો શ્રી નિલેશભાઈ પરમાર, નરેશભાઈ જાગોદણા, ફીરોઝભાઇ બાદી, પરાગભાઇ પરસાનીયા, નિકુંજભાઇ વામજા, સુનિલભાઈ સોલંકી, જાહિદભાઈ જુણેજા, કૌશિકભાઈ જોષી, દેવરાજભાઈ રાઠોડ, પરેશભાઇ બાવળીયા,

વિવેકભાઈ વળાવિયા, ભાવેશભાઈ ભાગિયા દ્વારા રમાયેલ ફાઇનલ મેચમાં માળિયા 11 માસ્તરને હરાવી ટ્રોફી હાંસિલ કરી હતી
જેમાં હેડ કોચ તરીકે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ શ્રી યુવરાજસિંહ વાળાસાહેબ અને મેન્ટર તરીકે વાંકાનેર તાલુકા

પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી શ્રી નજરુદીનભાઈ માથકિયા સાહેબે સુંદર ભૂમિકા ભજવી હતી, તે બદલ સમગ્ર વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક પરીવાર દ્વારા ટીમ ને લાખ લાખ અભિનંદન !!
તમામ મેચમાં સુંદર પ્રદર્શન બદલ સૌથી વધુ મેન ઓફ ધ મેચનાં એવોર્ડ, મેન ઓફ ધ સીરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન જેવા તમામ ખિતાબ નિલેશભાઈ પરમાર સાહેબને મળતા સમગ્ર ટીમ વતી ખુબ ખુબ અભિનંદન તેમજ બેસ્ટ ફિલ્ડર તરીકે નો ખાસ એવોર્ડ મેળવતાં શ્રી નરેશભાઈ જાગોદણા સાહેબને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા…

 

Content Copying Forbidden !!

error: Content is protected !!