ગારીડાની યુવતીએ દવા પીધી
વાંકાનેર: અહીં દાતાર રોડ પર રહેતા મૂળ અરણીટીંબાના આઘેડને બાઈકની આડે અચાનક કુતરૂ આડુ ઉતરતા ઇજા થઇ હતી અને બીજા બનાવમાં ગારીડાની 17 વર્ષની યુવતીએ કોઈ કારણસર દવા પી લેતા તેણીને મોરબીની ખાનગી હોસ્પીટલે ખસેડાઈ હતી…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર દાતાર રોડ પર રહેતા અને કડિયા કામ કરતા મૂળ અરણીટીંબાના રહેવાસી ઉસ્માનભાઈ મામદભાઈ ચૌધરી (ઉ.54) બાઈક લઈને વાંકાનેરથી અરણીટીંબા તળાવ પાસે જતા હતા ત્યારે બાઈકની આડે અચાનક કુતરૂ આડુ ઉતરતા વાહન સ્લીપ થઈ જતા ઉસ્માનભાઈને સારવાર માટે મોરબી દવાખાનામાં લઇ ગયેલ હતા…

ગારીડાની યુવતીએ દવા પીધી
બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના ગારીડા ગામે રહેતા કુટુંબની માનસીબેન દેવરાજભાઈ ધોળકીયા નામની 17 વર્ષની યુવતીએ કોઈ કારણસર દવા પી લેતા તેણીને મોરબીની ખાનગી હોસ્પીટલે ખસેડાઈ હતી…
