કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સહાય મેળવવાની અરજી કરવામાં મોડા પડતા નહીં

 

ભારે વરસાદના કારણે થયેલ પાક નુકશાન અન્વયે ઓન લાઈન અરજી કરવી ફરજીયાત

ખાસ કૃષિ રાહત પેકેજ – ૨૦૨૪ માટે અરજી કરવા ૨૫ (આજથી) થી ૩૧ ઓક્ટોબર સુધી ડિજિટલ પોર્ટલ ખુલ્લુ રહેશે

લાભ મેળવવા માટે ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/VLE મારફત અરજી કરવાની રહેશે
ખેડૂતોને ટ્રેકટર સહાય યોજના માટેનું પોર્ટલ પણ આજથી ખુલશે

વાંકાનેર: વાંકાનેર: ઑગસ્ટ અને સપ્ટેમ્બર – ૨૦૨૪ માં થયેલ ભારે વરસાદના કારણે થયેલ પાક નુકશાન અન્વયે ‘ખાસ ક્રુષિ રાહત પેકેજ – ૨૦૨૪’ રાજ્ય સરકારશ્રી દ્વારા જાહેર કરવામા આવ્યું છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઑનલાઇન અરજીઓ મેળવવા માટે તા. ૨૫/૧૦/૨૦૨૪ થી ૩૧/૧૦/૨૦૨૪ સુધી પોર્ટલ ખુલ્લું રહેશે…

આ ખાસ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/VLE મારફત અરજી કરવાની રહે છે. આ પેકેજ હેઠળ લાભ મેળવવા ખેડૂત મિત્રોએ અરજી કરવા સૌ ખેડૂત મિત્રોને જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે….

ખેડૂતોને ટ્રેકટર સહાય યોજના માટેનું પોર્ટલ પણ આજથી ખુલશે

મોરબી જિલ્લાના ખેતી કરતા તમામ ખેડૂતો અને ટ્રેકટર સહાય યોજનાનો લાભ મેળવવા અંગે ઈચ્છુક ખેડૂતોએ વર્ષ ૨૦૨૪- ૨૫ અંતર્ગત એજીઆર ૫૦ યોજના ટ્રેક્ટર ઘટક માટે I- khedut portal- https://ikhedut.gujarat.gov.in/ આ વેબસાઈટ પર જઈને

ઓનલાઈન અરજી કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ મેળવવા માટે આગામી તારીખ ૨૫/૧૦/૨૦૨૪ થી તારીખ ૩૧/૧૦/૨૦૨૪ સુધી આ પોર્ટલ ખુલ્લું મુકવામાં આવનાર છે…ઓનલાઈન અરજી કરતી વખતે બેંક પાસબુક, આધાર કાર્ડ અને ૮- અ દાખલાની નકલ સાથે જોડવાની રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક સાધી શકાશે. જેની સર્વે ખેડૂત મિત્રોને ખાસ નોંધ લેવા માટે જિલ્લા ખેતીવાડી કચેરી, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!