કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બકરી ઈદમાં પશુઓની હેરફેરને કનડગત ન કરશો

આદેશ જારી: પરમિટવાળા પશુઓની હેરફેર અર્થે કનડગત કરશો નહીં

ગાય કે ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અથવા કતલ ન થાય તે માટે કાયદો અને વ્યવસ્થાના વડાએ ખાસ પરિપત્ર જાહેર કર્યો

ગુજરાતમાં બકરી ઈદને લઇ પોલીસ વિભાગના કાયદો અને વ્યવસ્થાના વડા નરસિમ્હા કોમારે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં ગાય કે ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અથવા કતલ ન થાય તે જોવા સૂચના આપી છે.તેમજ ગૌવંશ સિવાયના પશુઓની થતી હેરફેર ક2ના2 પરવાના ધરવનાર ને ખોટી રીતે કનડગત ન થાય તે જોવા સુચના આપવમાં આવી છે.


ઈસ્લામ ધર્મના મુખ્ય તહેવારોમાના એક એવા બકરી ઈદ આ વર્ષે 29 જુનના રોજ મનાવામાં આવશે. ગુજરાતમાં ઈદ ઉલ અઝહા (બકરી ઈદ) ઉજવણી ક2વામાં આવના2 છે. જે તહેવા2ને ધ્યાને લઇ પોલીસ વિભાગના કાયદો અને વ્યવસ્થાના વડા નરસિમ્હા કોમારે બહાર પડેલા પરિપત્રમાં ગાય કે ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અથવા કતલ ન થાય તે જોવા સૂચના આપી છે. વધુમાં, ગાય કે ગૌવંશ સિવાયના પશુઓની થતી હેરફેર ક2ના2 વ્યકિત પાસે કાયદાથી નિર્દિષ્ટ થયેલ પરવાના હોય તો તેઓને કોઇ કનડગત ન થાય તે સુનિશ્ચિત કરાવવા સધિત તમામને સૂચના અપાઇ જવા જણાવવામાં આવે છે.

સરકાર ગેરકાયદે હત્યા અને બલિદાનને રોકવા સંબંધમાં ભારતીય પશુ કલ્યાણ બોર્ડને એસોપીનું પાલન કરવા માટે આદેશ આપ્યા છે. તેમાં જાનવરો અને જાનવરોના નિયમોનું ઉલ્લંઘન કરવા પર ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

કાયદો અને વ્યવસ્થાના વડા દ્વારા ઈદ-ઉલ-અઝહા તહેવાર બાબતે કાયદા દ્વારા પ્રમાણિત નીતિ નિયમો અનુસાર પરિપત્રનો ચુસ્ત અમલ કરી પશુઓની હેરફેર દરમ્યાન ખોટી કનડગતથી બચવા કેટલીક બાબતોની અચૂક તકેદારી રાખવી ફરજિયાત છે.

જેમાં પશુના મૂળ માલિકનો રેવન્યુ સ્ટેમ્પવાળો વેચાણ ખત તેમજ મૂળ માલિકનો મોબાઈલ નંબર મેળવી લઈ ને જ પશુની હેરફેર કરવી,પશુ હેરફેર માટેના આરટીઓ પરમીટ ધરાવતા વાહનોમાં જ પશુઓની હેરફેર કરી શકાશે,આરટીઓ દ્વારા વાહન પરમીટમાં જેટલી સંખ્યા દર્શાવેલ હશે તેટલા જ પશુની હેરફેર કરી શકાશે. તેમજ ઘાસચારો અને પાણીની વ્યવસ્થા વાહનમાં ફરજિયાત રાખવી પડશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!