કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

૨૧મી ઓગસ્ટ સુધી BLO દ્વારા ઘરે-ઘરે ઝુંબેશ

ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં મોરબી જિલ્લાની તમામ જનતાને ભાગ લેવા અપીલ

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી જિલ્લામાં તા.૦૧-૦૧-૨૦૨૪ ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે.જે મુજબ BLO દ્વારા હાઉસ ટુ હાઉસ ચકાસણી ૨૧-૦૮-૨૦૨૩ સુધી થનાર છે. સંકલિત મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ ૧૭-૧૦-૨૦૨૩ ના રોજ થનાર છે.

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે
હક્ક-દાવા તથા વાંધા અરજી કરવાનો સમય ગાળો તા. ૧૭-૧૦-૨૦૨૩ મંગળવાર થી ૩૧-૧૧-૨૦૨૩ ગુરુવાર સુધીનો રહેશે. ખાસ ઝુંબેશની તારીખો ECI દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે. હક્ક- દાવા તથા વાંધા અરજીઓના નિકાલ તા. ૨૬-૧૨-૨૦૨૩ મંગળવાર સુધી

કરવામાં આવશે. મતદાર યાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી તથા ડેટા બેઝ અધતન કરવા અને પૂરવણી યાદીઓ છપાવવાની કામગીરી ૦૧-૦૧-૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરી મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તા. ૦૫-૦૧-૨૦૨૪ શુક્રવારના રોજ જાહેર કરવામાં આવશે.

જે લોકોને બુથ પર જવું ન હોય તે લોકો NVSP VHA નો ઉપયોગ કરી પોતાના હક્ક- દાવા રજૂ કરી શકશે. અને આ બાબતે કોઈ મુશ્કેલી જણાય તો જિલ્લા કક્ષાએ ચાલતા ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટરના ૧૯૫૦ ટોલ ફ્રી નંબરમાં ફોન કરી પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી શકશે જેથી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં મોરબી જિલ્લાની તમામ જનતાને ભાગ લેવા અને તંદુરસ્ત મતદાર યાદી તૈયાર થાય તે માટે શ્રી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી મોરબી જી. ટી. પંડયા દ્વારા અપીલ કરવામાં આવેલ છે. તેમ મોરબી નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એસ.એમ. કાથડની યાદીમાં જણાવાયું છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!