છેલ્લા દસ વર્ષથી સણોસરા ગામના સરપંચ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે
તેમના પતિ યુનુસભાઈ શેરસીયા છેલા દસ વર્ષ રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે સેવા બજાવી ચૂક્યા છે

રાજકોટ: જિલ્લાના રાજકોટ તાલુકાના સણોસરા ગામના ડો. નફીસાબેન શેરસીયા પોતે એક ડોક્ટર છે અને તેઓ સણોસરા ગામે પોતાનું ક્લિનિક ચલાવે છે અને છેલ્લા દસ વર્ષથી પોતે સણોસરા ગામના સરપંચ તરીકે પોતાની સેવા પણ આપી રહ્યા છે અને તેમના પતિ યુનુસભાઈ શેરસીયા છેલા દસ વર્ષ રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે સેવા બજાવી ચૂક્યા છે અને પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, જેને ધ્યાનમાં રાખી પ્રદેશ નેતૃત્વ દ્વારા ડો. નફીસાબેન શેરસીયા ઉપર વિશ્વાસ મૂકી ગુજરાત પ્રદેશ ભાજપ, લઘુમતી મોરચાના, પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે પ્રદેશ નેતૃત્વનો પણ આભાર માનવામાં આવ્યો છે



ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને સંગઠન મહામંત્રીશ્રી અને મોવડી મંડળ દ્વાર ચર્ચા વિચારણા કરી આજરોજ ડો.નફીસાબેન શેરસીયા અને તેમના પતિ યુનુસભાઈ શેરસીયાની કાર્યશૈલીને ધ્યાનમાં રાખી તેમના ઉપર વિશ્વાસ મૂકી ગુજરાત પ્રદેશ ભાજપ, લઘુમતી મોરચાના, પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક કરી ખૂબ મોટી જવાબદારી આપવામાં આવી છે ત્યારે તે જવાબદારી સફળતા પૂર્વક નિભાવી સંગઠનનો વિશ્વાસ નિભાવી પરી પૂર્ણ થાય તેવા અભિનંદન સહ શુભેચ્છકો એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે….

