હાલ AIIMS માં સિનિયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે
એમના મર્હુમ પિતાશ્રી અયુબભાઇ ફોરેસ્ટ ખાતામાં સર્વિસ કરતા હતા
ફૈઝ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી
વાંકાનેર: તાલુકાના મહિકા ગામના વતની યુવાન ડો. શાબીર એ. બાદીએ તાજેતરમાં જાહેર થયેલા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ના પરિણામોમાં પ્રતિષ્ઠિત વર્ગ-1 ફિજીશિયનની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી અદભૂત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમની આ સફળતાથી પરિવારજનો તેમજ સમાજમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે…
અત્રે નોંધનીય છે કે ડો. શાબીર બાદીએ વાંકાનેરની પ્રતિષ્ઠિત ફૈઝ સ્કૂલમાં પોતાનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરેલ, અભ્યાસ દરમિયાન જ પોતાની મહેનત અને પ્રતિભાથી ઉત્તમ પરિણામ મેળવી ધોરણ ૧૨ સાયન્સ વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવી પોતાનું તથા ફૈઝ સ્કુલનું નામ રોશન કરેલ. ધોરણ ૧૨ સાયન્સ પછી રાજકોટ ખાતે પીડીયુ કોલેજમાં એમ.બી.બી.એસ. કરેલ તથા એમ.ડી. (મેડિસિન) સોલા સિવિલ હોસ્પિટલ- અમદાવાદ ખાતે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હતો. પોતાનો મેડિકલનો અભ્યાસ શ્રેષ્ઠ રીતે પૂર્ણ કર્યા બાદ, 
તેમણે સ્પર્ધાત્મક પરીક્ષા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને હવે GPSC ક્લાસ-૧ જેવી કઠિન પરીક્ષા પાસ કરીને એક અસાધારણ સિદ્ધિ પોતાના નામે કરી છે. હાલ ડો. શાબીર બાદી AIIMS HOSPITAL-RAJKOT ખાતે સિનિયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે,
ડો. શાબીર બાદી બે ભાઈઓમાં નાના છે અને એમના મર્હુમ પિતાશ્રી અયુબભાઇ ફોરેસ્ટ ખાતામાં સર્વિસ કરતા હતા… અભિનંદન !!

