યાર્ડમાં મગફળીની ઉતરાઈ બંધ
મોરબી : ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના વર્ગ 1ના 13 આધિકારીઓને મદદનીશ નિયામક તરીકે બઢતી આપી છે…
જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આરસીએચઓ તરીકે ફરજ બજાવતા ડો. પી.કે. શ્રીવાસ્તવને બઢતી સાથે મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. નોંધનીય છે કે, મોરબી જિલ્લા પંચાયતમાં મુખ્ય આરોગ્ય અધિકારીની જગ્યા ખાલી પડી હોય ઇન્ચાર્જના હવાલે કામગીરી ચાલતી હતી…
યાર્ડમાં મગફળીની ઉતરાઈ બંધ: વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ગુરુવારે બપોરથી મગફળીની ઉતરાઈ બંધ કરવામાં આવી છે અને નવી જાહેરાત ના થાય ત્યાં સુધી યાર્ડમાં ખેડૂતોએ મગફળી લાવવી નહિ તેમ જણાવ્યું છે. યાર્ડના સેક્રેટરીની યાદીમાં જણાવ્યા અનુસાર માર્કેટિંગ યાર્ડમાં જગ્યા ના હોવાથી તા. ૧૪ ને ગુરુવારે બપોરથી મગફળીની ઉતરાઈ સદંતર બંધ કરવામાં આવી છે અને નવી જાહેરાત ના થાય ત્યાં સુધી ખેડૂતોએ મગફળી લાવવી નહિ જેની તમામ ખેડૂતો, દલાલ ભાઈઓ અને વેપારીઓ તેમજ વાહન માલિકોએ નોંધ લેવા જણાવ્યું છે…