પત્નીને પતિની દારૂ પીવાની કુટેવ ગમતી નહોતી
વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે વાડી વિસ્તારમાં રહેતા યુવાનને નશો કરવાની કુટેવ હોય તેની પત્નીએ દારૂ પીવાની ના પાડી હતી જેથી તે યુવાનને લાગી આવ્યું હતું અને તે યુવાને ઝેરી દવા પી લેતા તેને પ્રથમ સારવાર માટે મોરબી લઇને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે હાલમાં આ બનાવની હોસ્પિટલ મારકતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે કાનાની વાડીએ રહેતા અને ત્યા મજૂરી કામ કરતા દિલીપભાઇ બચુભાઇ બામણીયા (૩૫)એ વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થઈ હતી માટે તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને યુવાનની પત્ની લીલાબેન પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે તેના પતિને નશો કરવાની કુટેવ હોય તેણે દારૂ પીવાની ના પાડી હતી જેથી કરીને લાગી આવતા તેને પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે.