વાયા જડેશ્વર ચલાવવા સામે વિરોધ
ચોટીલા: યાત્રાધામ ચોટીલાથી સવારે 9.15 કલાકે ઉપડતી મોરબી બસનો રૂટ બદલાવતા કાયમી મુસાફરોને મુશ્કેલી વધી છે અને તેનો વિરોધ વ્યક્ત કરી જુના રૂટ ઉપર ચલાવવા માગણી કરેલ છે.
ચોટીલા પંથકનાં અનેક લોકો મોરબી ઇન્ડસ્ટ્રીમાં સર્વિસ કરે છે અને તેઓ મોરબી જવા માટે ચોટીલાથી સવારે ઉપડતી લોકલ એસ. ટી. બસ માંજ કાયમ મુસાફરી કરતા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસો પહેલા આ બસનો વાકાનેરથી મોરબી જવાનો રૂટ બદલાવતા મુસાફરોમાં કચવાટ સાથે વિરોધ જોવા મળેલ છે.
એસટીનાં સતાવાળાઓએ આ લોકલ બસનો રૂટ છેલ્લા કેટલાક દિવસોથી તેના રૂટમાં ફેરફાર કરી વાયા જડેશ્ચર કરતા આ બસમાં કાયમી અપડાઉન કરતા કારખાનાઓમાં કામ કરતા કર્મચારીઓ અને મજુરો ને પારાવાર હાલાકી ઉભી થયેલ છે અને તેઓને નાછુટકે રૂટ બદલતા ખાનગી વાહાનોમાં જવું પડે તેવી નોબત આવેલ છે.
આ બસને વાકાનેર થી મકનસર, સરતાનપર ચોકડી, પ્રેમજી ચોકડી, જુના જાબંડીયા, રફાળેશ્ર્વર, લાલપર, જે રૂટ ઉપર ચલાવવાની માંગ કરી સતાવાળાનાં અણઘડત નિર્ણયનો વિરોધ વ્યક્ત કર્યો છે.