વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ એક કારખાનામાં અકસ્માત થતા ટ્રક ચાલકનું મૃત્યુ થયાનો બનાવ બનવા પામ્યો છે.
જાણવા મળ્યા મુજબ માટેલ રોડ ઉપર આવેલ સંસ્કાર જોન્સન સીરામીક કારખાનામાં ટ્રક ચાલક નરેશ નાગાભાઇ ચૌહાણ, રહે.કબીરનગર હનુમાન મંદિરની બાજુમાં જામકલ્યાણપુર જી.દેવભુમિ દ્વારકા વાળાએ ગફલતભરી રીતે પોતાનો ટ્રક ગફલતભરી રીતે ચલાવી દીવાલ સાથે ટ્રક અથડાવતાં ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ