ટ્રેકટર વોકળામા ઉતરી જતા બચવા કુદકો મારી દીધેલ: માથા ઉપર ટ્રોલીનુ વ્હીલ ફરી વળ્યું
ટંકારા: અમરાપર રોડ ઉપર રહેતા આદિવાસી વાડીએ જીરૂ કાઢવા માટે નીકળેલ ત્યારે ટ્રેકટરના સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા ટ્રેકટર રોડની વોકળામા ઉતરી જતા ચાલુ ટ્રેકટરે કુદકો મારી દીધેલ પરંતુ માથા ઉપર ટ્રોલીનુ વ્હીલ ફરી વળ્યું હતું….
જાણવા મળ્યા મુજબ ટંકારા અમરાપર રોડ ઉપર રાજેશભાઇ રણછોડભાઇ દુબરીયાની વાડીમાં રહેતા મુળ રહે- અલાસા ફળીયા થાના. નાનપુર તા.જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) ના ભુરસીંહ રામસીંગ અજાનંદા (ઉ.વ.૨૬) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે તા-૧૪/૦૩/૨૦૨૫ ના સવારના સાડા આઠેક વાગ્યે હું તથા આલમસીંગ
અમારા શેઠ રાજેશભાઇ દુબરીયાની વાડીએ ચુનીભાઇનુ સોનાલીકા કંપનીનુ ટ્રેકટર જેના રજી.નં. નં-GJ-36-L-4514 વાળુ લઇને રાજુભાઈની બીજી વાડીએ જીરૂ કાઢવા માટે નીકળેલ અને હુ તેની બાજુમા પંખા ઉપર બેસેલ હતો અને અમરાપર ટંકારા રોડ ઉપર ગંગા-ગીર ગૌશાળા પાસે આલમસીંગ ટ્રેકટર પુર ઝડપે અને બેફિકરાઇથી ટ્રેકટર ચલાવતો હતો અને આલમસીંગ ટ્રેકટરના સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા ટ્રેકટર રોડની જમણી સાઇડમા વોકળામા ઉતરી જતા આલમસીંગ ચાલુ ટ્રેકટરે કુદકો મારી દીધેલ અને
હું ટ્રેકટરના પંખા ઉપર બેસી ૨હેલ હતો અને ટ્રેકટર બાવળમા ઘુસી જતા મને પછડાટ લાગતા ટ્રેકટર ઉભુ રહી ગયેલ અને મે નિચે ઉતરીને જોયેલ તો આલમસીંગના માથા ઉપર ટ્રેકટરની પાછળની ટ્રોલીનુ વ્હીલ માથા ઉપર ફરી જતા આલમસીંગને માથામાથી લોહી નીકળતુ હોય જેથી ૧૦૮ એમ્બ્યુલન્સમાં ટંકારા સરકારી હોસ્પિટલે સારવારમા લઇ ગયેલ. આલમસીંગને ફરજ પરના ડોકટર સાહેબે મરણ ગયેલનુ જાહેર કરેલ. પોલીસખાતાએ બનાવની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…