કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ડ્રોન: 8 લાખની સુધીની સહાય મળે છે

ડ્રોનની કિંમત સામાન્ય રીતે રૂ. 6 લાખથી રૂ. 15 લાખની વચ્ચે હોય છે

ડ્રોન દોઢથી બે કિલોમીટર સુધી અને જમીનથી 400 ફૂટ ઉપર ઉડ્ડયન કરી શકે છે
જમીનનો થ્રી-ડી નકશો બનાવી શકાય, ખાતરનો- જંતુનાશક દવાઓનો છંટકાવ કરી શકાય, સેન્સર્સ પાકના સ્વાસ્થ્ય અને જમીનની સ્થિતિનું ચોક્કસ વિશ્લેષણ કરી શકે, જમીન પરનો સૂકો વિસ્તાર શોધી શકાય

“આગામી સમયમાં 15,000 મહિલા સ્વ-સહાય જૂથોને નમો ડ્રોન દીદી કાર્યક્રમ સાથે જોડવામાં આવશે. આ સ્વ-સહાય જૂથોને ડ્રોન્સ આપવામાં આવશે.” ગત 30 સપ્ટેમ્બરે નમો ડ્રોન દીદી યોજનાનો પ્રારંભ કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુજબ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે “આ યોજના ગ્રામીણ મહિલાઓને આવકનો વધારાનો સ્રોત પ્રદાન કરશે અને ડ્રોન જેવી આધુનિક ટેક્નૉલૉજી ખેડૂતોને ઓછા ખર્ચે ઉપલબ્ધ થશે.”

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 10-11-2023

શું છે ડ્રોન દીદી યોજના?
નરેન્દ્ર મોદીએ આ વર્ષે લાલ કિલ્લા પરથી આપેલા તેમના ભાષણમાં મહિલાઓને ડ્રોનની તાલીમ આપવાની જાહેરાત કરી હતી. બાદમાં નવેમ્બરમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી અને તેને નમો ડ્રોન દીદી યોજના નામ આપવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશભરમાં 15 હજાર મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોનનું વિતરણ કરશે. એ પછી મહિલા જૂથો તે ડ્રોન ખેડૂતોને કૃષિ સંબંધી કામ માટે ભાડે આપી શકાશે. ડ્રોનની મદદથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કેવી રીતે કરવો તેમજ ખેતીના વિવિધ કામ માટે ડ્રોનનો ઉપયોગ કેવી રીતે કરવો તેની 15 દિવસની તાલીમ સ્વ-સહાય જૂથની મહિલાઓને આપવામાં આવશે.


નાણાકીય સહાય કેવી રીતે મળશે?
ડ્રોન દીદી યોજના હેઠળ ડ્રોન તથા સંબંધિત સાધનોની ખરીદી માટે કેન્દ્ર સરકાર દ્વારા કુલ રકમના 80 ટકા અથવા મહત્તમ રૂ. આઠ લાખ સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે. ડ્રોનનો ઉપયોગ આર્થિક રીતે શક્ય હોય તેવા વિસ્તારોમાં મહિલા સ્વ-સહાય જૂથોને પહેલાં પસંદ કરવામાં આવશે. પછી તેમને ડ્રોનની તાલીમ આપવામાં આવશે. દેશભરનાં વિવિધ રાજ્યોમાં કુલ 15,000 સ્વ-સહાય જૂથોને ડ્રોન સપ્લાય કરવામાં આવશે. સરકારનું લક્ષ્‍ય 2024થી 2026 સુધીમાં મહિલાઓને ડ્રોન આપવાનું છે. આ માટે રૂ. 1261 કરોડનો ખર્ચ કરવામાં આવશે. 18 વર્ષ કે તેથી વધુ વયનાં મહિલા સ્વ-સહાય જૂથોના સભ્યોની પસંદગી 15 દિવસની ડ્રોન તાલીમ માટે કરવામાં આવશે. તેમાં પાંચ દિવસની તાલીમમાં ડ્રોન પાઇલટિંગની અને ખાતર, જંતુનાશકોના છંટકાવ વગેરે જેવી ખેતી સંબંધી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. દસ દિવસ બીજી તાલીમ આપવામાં આવશે, એવું જાણવા મળે છે.


ડ્રોન ખેતી આજના સમયની જરૂરિયાત છે?
ડ્રોન માનવરહિત હવાઈ વાહન છે. ડ્રોન અને તેનાં સાધનોને રિમોટ કન્ટ્રોલની મદદથી જમીન પરથી નિયંત્રિત કરી શકાય છે. ડ્રોનમાં નેવિગેશન સિસ્ટમ, જીપીએસ, વિવિધ સેન્સર્સ અને કૅમેરાનો સમાવેશ થાય છે. ડ્રોન ટેક્નૉલૉજીના નિષ્ણાત ડૉ. અવિનાશ કાકડે કહે છે, “ડ્રોનની કિંમત સામાન્ય રીતે રૂ. 6 લાખથી રૂ. 15 લાખની વચ્ચે હોય છે. ડ્રોનનું આયુષ્ય ચારથી પાંચ વર્ષનું હોય છે. ડ્રોન દોઢથી બે કિલોમીટર સુધી અને જમીનથી 400 ફૂટ ઉપર ઉડ્ડયન કરી શકે છે.” ડ્રોન મોંઘાં હોવાથી દરેક ખેડૂતને પોસાય તેમ નથી. તેથી સામાન્ય ખેડૂતો માટે ડ્રોન ભાડે લેવાનો અને તેનો ઉપયોગ ખેતી માટે કરવાનો છે.

ખેતીમાં ડ્રોનનો ઉપયોગ વધવાથી ખેડૂતોના શ્રમ અને સમયની બચત થશે.
ડ્રોન દ્વારા એક હેક્ટર વિસ્તારમાં છંટકાવ માત્ર 20-30 મિનિટમાં કરી શકાય છે. ટ્રેક્ટર વડે કે માણસ જાતે છંટકાવ કરે તો ઘણો સમય લાગે છે. આ ઉપરાંત જંતુનાશકો ઝેરી હોવાને કારણે વ્યક્તિના મોતનો ભય પણ રહે છે. ડ્રોનના ઉપયોગથી જાનહાનિની કોઈ શક્યતા રહેતી નથી. મજૂરોની અછતના નિરાકરણ તરીકે પણ ડ્રોનને ખેતી માટે આશાસ્પદ ગણવામાં આવે છે.

ડ્રોન દ્વારા કરવામાં આવતાં મુખ્ય કૃષિ કાર્યો
ખેતી માટેનું ડ્રોન 50થી 60 ફૂટ ઉપર અને બે કિલોમીટર સુધી ઊડી શકે છે. દરમિયાન ડ્રોનની મદદથી ખેતીના પ્રત્યેક કામ પર નજર રાખી શકાય છે.

ડ્રોનની મદદથી નીચે મુજબનાં કાર્યો કરી શકાય છે:
ડ્રોનની સહાયથી વાવેતર પહેલાં અને પછી જમીનનો થ્રી-ડી નકશો બનાવી શકાય છે. હવે ખાતર પ્રવાહી સ્વરૂપે ઉપલબ્ધ છે. તેથી ડ્રોનની મદદથી ખાતરનો છંટકાવ પણ કરી શકાય છે. પાકમાં જંતુઓનો ઉપદ્રવ હોય ત્યાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરી શકાય છે. ડ્રોન પર લગાવવામાં આવેલા સેન્સર્સ પાકના સ્વાસ્થ્ય અને જમીનની સ્થિતિનું ચોક્કસ વિશ્લેષણ કરી શકે છે. ડ્રોન પરના કૅમેરા અને સેન્સર્સની મદદથી જમીન પરનો સૂકો વિસ્તાર શોધી શકાય છે. એ જ વિસ્તારમાં પાણી આપવાની વ્યવસ્થા કરી શકાય છે. તેનાથી પાણીનો બગાડ થતો નથી.

ખેડૂતો માટે માર્ગદર્શન જરૂરી
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ખેતીમાં ડ્રોનના ઉપયોગના ફાયદાની સાથે કેટલાક પડકારો પણ છે. તેમાં નીચે મુજબના પડકારોનો સમાવેશ થાય છે. ડ્રોન ઉડાડવા માટે કુશળ પાઇલટ્સ જરૂરી હોય છે. એ માટે જરૂરી તાલીમ લેવી અનિવાર્ય છે.
ડ્રોનમાં ખામી સર્જાય તો તેના સમારકામ માટે રિપૅરિંગ સેન્ટર હોવું જરૂરી છે.
ડ્રોનની બૅટરી લાઇફ 20થી 40 મિનિટની હોય છે. તેથી બીજી ચાર્જ્ડ બેટરી સતત સાથે રાખવી પડે છે, જે ખૂબ ખર્ચાળ છે. ચોમાસામાં ડ્રોનનો ઉપયોગ કરવો મુશ્કેલ છે. ડ્રોનમાં સેન્સર બેઝ હોવાથી એ વરસાદમાં કામ કરી શકે કે કેમ તે સવાલ છે.
ડ્રોન વડે જંતુનાશકોનો છંટકાવ કરતી વખતે પૂરતું પ્રેશર ન હોય તો જંતુનાશકો હવામાં ઊડી જાય તેવી શક્યતા રહે છે. આવા કિસ્સામાં શું કરવું તેનો વિકલ્પ ખેડૂતો પાસે હોવો જરૂરી છે. ઘણી કૃષિ યુનિવર્સિટીઓમાં ડ્રોનના ઉપયોગ બાબતે તાલીમ સત્રો યોજવામાં આવે છે.

એ ઉપરાંત કેન્દ્રીય કૃષિ મંત્રાલયે ડ્રોનના ઉપયોગ વિશેની માર્ગદર્શિકા પણ બહાર પાડી છે, પરંતુ તેના ઉપયોગની પ્રત્યક્ષ તાલીમ નહીં આપવામાં આવે ત્યાં સુધી ખેડૂતો ડ્રોન ટેક્નૉલૉજીથી અજાણ રહે તેવી શક્યતા છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!