વાંકાનેર બાઉન્ટ્રી પુલ પાસે રોડ પર એક ટ્રક સાથે બીજા ટ્રક ચાલકે એક્સીડન્ટ કર્યાનો બનાવ બન્યો છે, સદનસીબે કોઇને ઇજા થયેલ નથી.

જાણવા મળ્યા મુજબ તાલુકા પોલીસ સ્ટેશનને એક્સીડન્ટ બાબતની ફોનથી જાણ કરાતા પોલીસ વાંકાનેર બાઉન્ટ્રી ગમારા પેટ્રોલપંપ પાસે જતા 
ત્યાં ટાટા સીગ્ના ટ્રક ટ્રેઇલર રજી.નં.KA-35-D-7681 ના ચાલક મકબુલપાશા ગફારશાબ કીદદુરનાયક (ઉ.વ.૨૮) રહે. તાવરીયાર તા.કુષ્ટગીર જી.કોપલ રાજ્ય-કર્ણાટક વાળાના ટ્રક સાથે જુવાનસીંગ શાંતીલાલ વાખલા (ઉ.વ.૪૦) રહે. હાલ-ગુંદાળા તા. ગોંડલ જી.રાજકોટ મુળ ગામ-કહુડા તા.રાણપુર જી. જાંબુઆ રાજ્ય-મધ્યપ્રદેશ વાળા ટ્રક ડ્રાઇવરે કે જે પીધેલ હતો, પુર ઝડપે પોતાનો 
ટ્રક નં. GJ-03-BY-7148 ચલાવી બીજા ટ્રક સાથે ભટકાડી દીધેલ, જેમાં કોઇને ઇજા થયેલ નથી. જેથી ટ્રકની કિંમત રૂ.૧૦,૦૦૦,૦૦/- ગણી પોલીસ ખાતાએ કબ્જે કરી બી.એન.એસ. કલમ ૨૮૧ એમ.વી. એકટ કલમ ૧૮૫,૧૭૭, ૧૮૪, ૩, ૧૮૧ તથા પ્રોહિ. કલમ ૬૬(૧)બી મુજબનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…
