ઉઘરાણીના મામલે સાત દિવસથી ચેક વટાવવાના મામલે માથાકૂટ થતી હતી
વઢવાણના યુવાને રિવરફ્રન્ટ ઉપર બગીચામાં આવી અને ઝેરી દવા ગટગટાવી હાલમાં સારવાર માટે દવાખાને ખસેડ્યો તબિયત અત્યંત ખરાબ હોવાનું જાણવા મળી રહ્યું છે. વાંકાનેરના યુવાન પાસે 10 લાખ રૂપિયા લીધા હતા અને સાડા ચાર લાખ રૂપિયા ભરપાઈ કર્યા છે, જ્યારે છ લાખની ઉઘરાણી મામલે બંને વચ્ચે બોલાચાલી થતા આ ઘટના ઘટી હોવાનું જાણવા મળે છે.
વઢવાણ ખાતે રહેતા અવેશભાઈ યુસુફભાઈ નામના વ્યક્તિએ વાંકાનેર ખાતે રહેતા સરફરાજભાઈ જે ટ્રકનો વ્યવસ્થા સાથે જોડાયેલા છે અને આ શખ્સ સાથે ઓળખાણ થતા તેમને સરફરાજભાઈ વાંકાનેર વાળા પાસેથી 10 લાખ રૂપિયા ઉછીના લીધા હોવાનું હાલમાં જાણવા મળે છે અને તેમાંના રૂા.4,00,000 અવેશ ભાઈએ ભરી આપી આવવાનું જાણવા મળી રહ્યું છે
ઉઘરાણીના મામલે બંને વચ્ચે સાત દિવસ ચાલી થતા નાણા લેનાર વ્યક્તિએ ચેક લખી આપ્યા હતા, ત્યારે ચેક વટાવવાના મામલે માથાકૂટ થતા યુવાનને લાગી આવવાના કારણે તેને રિવરફ્રન્ટના બગીચામાં આવી અને ઝેરી દવા ગટગટાવી લેતા ત્યાં પસાર થતા લોકોને જાણકારી મળતા તાત્કાલિક અસર 108ના માધ્યમ થકી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું અને તેના પરિવારજનોને પણ જાણકારી આપવામાં આવી હતી.
હાલમાં તેની તબિયત નાજુક હોવાનું જાણવા મળે છે અને બી ડિવિઝન પોલીસ મથકની પોલીસ કર્મચારીઓ આવી અને ફરિયાદ નોંધાવી અને આગળની કાર્યવાહી હાલમાં શરૂ કરી છે.